ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધીને પ્રતિ બેરલ 87 ડોલરને પાર થઇ ગયો છે. જે 7 વર્ષની ટોચે પહોંચી ગયા છે.
જોકે ક્રૂડના ભાવ આટલા વધ્યા હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે ક્રૂડના ભાવ વધવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવી રહ્યાં નથી.
ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવશે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૭૪ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! સેન્ટ્રલ રેલવેમાં ફેબ્રુઆરીમાં આટલા કલાકનો મેગાબ્લોક; જાણો વિગત
