News Continuous Bureau | Mumbai
પોસ્ટમાં જુદા જુદા ખાતા ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર છે. પોસ્ટ ઓફિસમાં અમુક ખાતાઓમાં પહેલી એપ્રિલથી હવે વ્યાજ ના પૈસા જમા થશે નહીં.
પોસ્ટના જણાવ્યા મુજબ આ ખાતાઓમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, માસિક આવક યોજના(MIS) અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ નો સમાવેશ થાય છે.
પોસ્ટે બહાર પાડેલી સૂચના પ્રમાણે વ્યાજ હવે ગ્રાહકના પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટમાં જમા થશે . જો કોઈ ગ્રાહકે તેમના બચત ખાતાને વરિષ્ઠ નાગરિક બચત યોજના,માસિક યોજના અને ટર્મ ડિપોઝિટ સાથે લિંક કર્યું નથી તો બાકી વ્યાજ પોસ્ટ ઓફિસ બચત ખાતા દ્વારા જમા કરવામાં આવશે અથવા પોસ્ટ ઓફિસ દ્વારા ચેક દ્વારા વ્યાજ ચૂકવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવ્યા રાહતના સમાચાર, ભારતમાં સસ્તું થઈ શકે છે ઇંધણ. IOCએ રશિયા પાસેથી ખરીદ્યું આટલા લાખ બેરલ ક્રૂડ ઓઇલ,