News Continuous Bureau: Mumbai
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી નું મુંબઈના પાલઘર વિસ્તારમાં રોડ એકસીડન્ટમાં મૃત્યુ થયું છે. પોલીસ વિભાગે આ એકસીડન્ટની પુષ્ટિ કરી છે. તેઓ 54 વર્ષના હતા. ઘટના સ્થળ પર મોજુદ લોકોના જણાવ્યા મુજબ બપોરે ત્રણ વાગ્યે એક્સિડન્ટ થયો. જ્યારે એકસીડન્ટ થયો ત્યારે એક મહિલા ગાડી ચલાવી રહી હતી. આ ઉપરાંત ગાડીમાં બેઠેલા કુલ ચાર લોકોમાંથી બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે બે લોકો જીવિત છે.
મુંબઈ થી નજીક આવેલા પાલઘર વિસ્તારમાં સુર્યા નદી ઉપર આવેલા પુલ પર ગાડી રોડ ડીવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ એકસીડન્ટ થયો જેમાં ઘટના સ્થળ પર સાયરસ મિસ્ત્રી નું નિધન થયું.
ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રી એ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. તેમજ તેઓ ટાટા સમૂહના અધ્યક્ષ પદ સંદર્ભે ની કોર્ટની લડાઈ જીતી ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટમાં રતન ટાટા એ કેસ જીતી લીધો હતો.
નોંધનીય બાબત એ છે કે તેમના પિતા શાપુરજી પાલનજી નું ચાલુ વર્ષે જ નિધન થયું હતું.
