News Continuous Bureau | Mumbai
પ્રખ્યાત ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)નું રોડ અકસ્માતમાં નિધન થયું છે. તેમની કારમાં ચાર લોકો હતા અને સાયરસ મિસ્ત્રી કારની પાછળની સીટ પર બેઠા હતા. કારની પાછળની સીટ(back seat) પર બેસતી વખતે તેમણે સીટ બેલ્ટ પણ બાંધ્યો ન હતો, જેના કારણે આ અકસ્માત(road accident)માં તેમનું મોત થયું હતું, સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)ના અવસાનથી ફરી એકવાર પુષ્ટિ થઈ ગઈ છે કે, કારની પાછળની સીટ પર બેસતી વખતે પણ સીટ બેલ્ટ() બાંધવો કેટલો જરૂરી છે.
મિસ્ત્રીની કારનો CCTV ફૂટેજ(CCTV Footage) સામે આવ્યા હતા. મિસ્ત્રીની કાર બપોરે 2.21 કલાકે ચારોટી ચેકપોસ્ટ(Charoty checkpost) ક્રોસ કરી હતી. જે બાદ તેમની કાર 20 કિમી દૂર ડિવાઈડર(divider) સાથે અથડાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત ઓવરસ્પીડિંગ, રોંગ સાઇડથી ઓવરટેકિંગ()ને કારણે થયો હતો.
આ સમાચાર પણ વાંચો : ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી પારસી હોવા છતાં અંતિમ સંસ્કાર હિન્દૂ રીતિ રિવાજ મુજબ થયા- આ છે કારણ
દરમિયાન સીટબેલ્ટ સાથે અને સીટબેલ્ટ(Seat belt) વગર શું થાય છે તેનો એક વીડિયો સામે આવ્યો છે. જે દરેકની આંખો ખોલશે. આ વિડિયો પીનેકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન સુધીર મહેતા() દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે કોમર્શિયલ વાહનો(Commercial vehicle) માટે સીટો ડિઝાઇન (Design) અને ઉત્પાદન કરે છે.
Do watch :
A small video that explains Car Crashes, The momentum, the science of impact and the theory behind safety features.https://t.co/jrvzlDRv2n https://t.co/aseh8Tfzxh— Dr. Sudhir Mehta (@sudhirmehtapune) September 5, 2022
આ વીડિયોમાં બે ‘ડમી’ પાછળની સીટ પર બેઠેલા જોવા મળે છે. જ્યારે કાર ક્રેશ થાય છે, ત્યારે ડમી, જેણે સીટબેલ્ટ નથી પહેર્યો, તે આગળની સીટ પરથી કાચને અથડાતો જોવા મળે છે. જ્યારે કે સીટ બેલ્ટ પહેરનાર વ્યક્તિ પોતાની સીટ પર બેઠેલો જોવા મળે છે