Site icon

કોરોનાએ સોનીઓની દિવાળી બગાડી.. છેલ્લાં 25 વર્ષ બાદ સોનાની માંગ સૌથી નીચલા સ્તરે… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
31 ઓક્ટોબર 2020

કોરોના ને કારણે આ વર્ષે દેશનાં ઝવેરી બજારોમાં કાગડા ઉડી રહયાં છે. દિવાળી ને બે અઠવાડિયાની જ વાર હોવા છતાં કોઈ લેવાલ નથી. ભારતમાં સોનાની માંગની દ્રષ્ટીએ આ વર્ષ સૌથી ખરાબ રહ્યું છે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં (WGC) ના જણાવ્યા પ્રમાણે જો આ જ ટ્રેન્ડ ચાલું રહ્યો તો બની શકે કે વર્ષ 1995 બાદ પહેલી વાર સોનાની માંગમાં આટલો મોટો ઘટાડો જોવા મળશે. 

Join Our WhatsApp Community

WGC નાં મતે આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં 252 ટન સોનાની ખપત થઇ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો 496 ટનનો હતો, જો ઓક્ટોબરથી ડિસેમ્બર 2019નાં ત્રિમાસિકનાં 194 ટન સોનાની માંગનાં આંકડાને તેમાં ઉમેરવામાં આવે તો ગયા વર્ષની તુલનામાં આ 696 ટન ઓછી હશે. જો સોનું 50 હજાર પ્રતિ 10  ગ્રામથી ઘટે તો જ સોનાની સ્થિતી સુધરી શકે એમ છે, 

WCGની ગોલ્ડ ડિમાન્ડ ટ્રેંડસ રિપોર્ટ મુજબ  વૈશ્વિક સ્તરે સોના માટે 2,972.1 ટન વાર્ષિક (YTD) ની માંગ 2019ની આ જ સમયગાળા કરતાં 10 ટકા ઓછી છે, કેલેન્ડર વર્ષ 2020નાં ત્રીજા ત્રિમાસિકમાં  892.3 ટનની માંગમાં 19 ઘટાડો આવ્યો છે, જે વર્ષ 2009નાં ત્રિમાસિકનાં બાદથી અત્યાર સુધીની સૌથી ઓછી માંગ છે, તેનું સૌથી મોટું  કારણ કોવિડ-19 રોગચાળો માનવામાં આવ્યો છે.

Gold and Silver Prices Skyrocket:બજારમાં તેજીનો કરંટ: સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે ભાવ વધારાનું કારણ અને લેટેસ્ટ માર્કેટ રેટ
Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Exit mobile version