Site icon

Demonetization 7 Years: સરકારના નવા-જૂના નિર્ણયોએ બદલી નાખી સમગ્ર તસવીર, જાણો કેવી રહી નોટબંધીની સફર..

Demonetization 7 Years: 2016ની નોટબંધી પર ચર્ચાનો અંત આવ્યો નથી પરંતુ આ વર્ષે મે મહિનામાં 2000 રૂપિયાની નોટોને પણ ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાણો નોટબંધીના 7 વર્ષની સફર કેવી રહી.. વાંચો અહીં..

Demonetization 7 Years Government's new-old decisions have changed the whole picture

Demonetization 7 Years Government's new-old decisions have changed the whole picture

News Continuous Bureau | Mumbai

Demonetization 7 Years: 8 નવેમ્બર 2016નો તે દિવસ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) એ રાત્રે 8 વાગ્યે દૂરદર્શન પર આવીને જાહેરાત કરી કે અડધી રાતથી એટલે કે 12 વાગ્યાથી દેશમાં 500 અને 1000 રૂપિયાની નોટને બંધ કરી દેવામાં આવશે અને તે લીગલ નહીં રહે. આ સમયે પીએમ મોદીએ નવી 500 અને 2000 રૂપિાયની નોટ ( 2000 rupee note ) આવવાની પણ જાહેરાત કરી હતી. આ નોટબંધીના સમાચાર આવતા જ દેશમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને અનેક લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. નોટબંધી (Demonetisation) ને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે.

Join Our WhatsApp Community

પીએમ મોદીની જાહેરાત પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ( RBI ) એ 500 અને 2000 રૂપિયાની નવી નોટ ચલાવી હતી જેને મહાત્મા ગાંધી ન્યૂ સીરિઝ ઓફ નોટ્સ ( Mahatma Gandhi New Series of Notes ) કહેવામાં આવી હતી. દેશમાં પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ આવી હતી અને ગુલાબી રંગની આ નોટને ચલાવવા પાછળ સરકારે તર્ક આપ્યો કે મોટા ટ્રાન્જેક્શન માટે આ નોટ મુખ્ય રીતે કામ કરશે અને લોકોને આસાની થશે.

આ વર્ષે 2000 રૂપિયાની નોટ પણ ચલણથી બહાર થઇ…

કેન્દ્ર સરકારે ( central government ) કહ્યું કે 500 અને 1000 રૂપિયાની નકલી નોટને રોકવા અને દેશમાં કાળા ધન પર લગામ લગાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આતંકવાદ વિરૂદ્ધ નકલી નોટોને રોકવા માટે આ પગલુ સરકારનું હથિયાર બનશે. પીએમ મોદીની ઓફિશિયલ જાહેરાત પછી રિઝર્વ બેન્કના તત્કાલીન ગવર્નર ઉર્જિત પટેલ અને આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસે જણાવ્યુ કે દેશમાં ચાલી રહેલા તમામ મૂલ્યવર્ગની નોટોની સપ્લાયમાં 2011થી 2016 વચ્ચે કુલ 40 ટકાનો વધારો થયો છે. જેમાંથી 500 અને 1000 રૂપિયાની નકલી નોટમાં આ દરમિયાન 76 ટકા અને 109 ટકાનો વધારો થયો છે. આ નકલી નોટને ભારત વિરૂદ્ધ આતંકવાદી ગતિવિધિમાં ઉપયોગ કરવામાં આવી રહી હતી જેને કારણે નોટોને ચલણથી બહાર કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે.

19 મે 2023માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે અચાનક 2000 રૂપિયાની નોટને ચલણથી બહાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમાચારથી લોકોને મોદી સરકારના 8 નવેમ્બર 2016ની નોટબંધી યાદ આવી ગઇ હતી અને આ પગલાને મિની નોટબંધી પણ કહેવામાં આવી હતી. જોકે, આરબીઆઇએ દેશની જનતાને 23 મેથી 30 સપ્ટેમ્બર વચ્ચેનો સમય આપ્યો હતો કે કોઇ પણ બેન્કમાં જઇને 2000 રૂપિાયની નોટ જમા કરાવો અને બદલવાની સુવિધા આપવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર 2023 પછી નોટ બદલવાની ડેડલાઇન પૂર્ણ થયા પછી કેન્દ્રીય બેન્કે તેની સમયસીમા 7 ઓક્ટોબર 2023 સુધી વધારી હતી. તે પછી પણ જે લોકો બે હજારની નોટ કોઇ કારણે જમા નથી કરાવી શક્યા તેમણે આરબીઆઇએ 19 ક્ષેત્રીય કાર્યાલયમાં જઇને અથવા ભારતીય પોસ્ટ દ્વારા નોટને જમા કરાવવાની સુવિધા આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : AUS vs AFG: દિલધકડ મેચ માત્ર આ એક કારણ થી હાર્યું અફઘાનિસ્તાનન કેપ્ટન શાહિદીએ જણાવ્યું હારનું કારણ.. આ હતો મેચનો ટર્નિંગ પોઈન્ટ..

2016ની નોટબંધી પછી લોકોએ 500 અને 1000 રૂપિયાની નોટ બદલવા અને ખાતામાં જમા કરાવવા માટે બેન્કોની બહાર ઉભુ રહેવું પડ્યું હતું. સરકારે નોટ જમા કરાવવા અને બદલવા માટે કેટલીક લિમિટ નક્કી કરી હતી તો લોકો પાસે રકમને બેન્કમાં આપવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે રોજ બેન્કની બહાર ભીડ અને લાંબી લાંબી લાઇનોની તસવીરો જોવા મળતી હતી. આ દરમિયાન એવા પણ કેટલાક સમાચાર આવતા હતા કે લાઇનોમાં કલાકો સુધી રાહ જોવામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, કેન્દ્ર સરકાર અને નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આ વર્ષે માર્ચમાં સંસદમાં ટીએમસી સાંસદ અબીર રંજન બિસ્વાસના સવાલનો જવાબ આપતા કહ્યું કે 2016ની નોટબંધીને કારણે કેટલા લોકોના મોત થયા તેનો કોઇ આંકડો સરકાર પાસે નથી..

આઝાદી પછી ભારતમાં ( India ) પ્રથમ વખત 1978માં થઈ હતી નોટબંધી…

દેશમાં સૌપ્રથમ નોટબંધી વર્ષ 1946માં થઈ હતી. વાઈસરોય અને ભારતના ગવર્નર જનરલ, સર આર્ચીબાલ્ડ વેવેલે 12 જાન્યુઆરી 1946ના રોજ ઉચ્ચ ચલણની બેંક નોટોને ડિમોનેટાઈઝ કરવા માટે વટહુકમની દરખાસ્ત કરી હતી. 26 જાન્યુઆરીની મધ્યરાત્રિ પછી બ્રિટિશ યુગમાં રૂ. 500, રૂ. 1000 અને રૂ. 10,000ની ઊંચી ચલણી નોટો બહાર પાડવામાં આવી હતી. ભારતમાં વર્ષ 1978માં પણ કાળાં નાણાંને ખતમ કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતની આ પ્રથમ નોટબંધી હતી. કાળા નાણાને ખતમ કરવા, ભ્રષ્ટાચાર રોકવા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે આવું કરવામાં આવ્યું હતું. સરકારે 16 જાન્યુઆરી 1978ના રોજ રૂ.1000, રૂ.5000 અને રૂ.10,000ની નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version