Site icon

વોડાફોન અને આઇડિયાને ભારે પડી ગયું, એક ભૂલ બદલ ગ્રાહકોને ચૂકવશે 27 લાખ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 ગ્રાહકની ઓળખ કર્યા વગર જ ડુપ્લિકેટ સીમ કાર્ડ આપવું ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાને ભારે પડી ગયું હતું. VI તરીકે ઓળખાતી કંપનીને રાજસ્થાન આઇટી વિભાગે એક કેસમાં ગ્રાહકને 27.5 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કંપનીએ ગ્રાહકની ઓળખ નહીં કરતાં ડુપ્લિકેટ સિમ કાર્ડ ઇશ્યૂ કર્યું હતું, જેનો ઉપયોગ કરીને ભાનુપ્રતાપ નામના શખ્સે બૅન્કના ખાતામાંથી ગેરકાયદે 68.5 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

મળેલી માહિતી મુજબ ભાનુપ્રતાપે ડુપ્લિકેટ સિમ કાર્ડ લીધું હતું. આ સિમ કાર્ડ કૃષ્ણલાલ નૈનના નામ પર હતું. કૃષ્ણલાલનો ફોન લાંબા સમય સુધી બંધ હતો. આ દરમિયાન ભાનુપ્રતાપે કૃષ્ણલાલના નામનું ડુપ્લિકેટ સિમ કાર્ડ લઈ લીધું હતું અને  તેણે તેના IDBI બૅન્કના એક ખાતામાંથી 68.5 લાખ કાઢીને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા. જોકે બાદમાં તેણે જેના ઍકાઉન્ટમાંથી પૈસા ગેરકાયદે ઉપાડયા હતા, તેને 44 લાખ પાછા કરી દીધા હતા, પરંતુ બાકીની રકમ તેણે પરત કરી નહોતી.

આ દરમિયાન મે 2017માં કૃષ્ણલાલે તેનો ફોન બંધ હોવાની અનેક વખત ફરિયાદ કરી હતી. તે કંપનીના સ્ટોરમાં પણ ગયો હતો, પરંતુ તેનો ફોન ચાલુ થયો નહોતો. છેવટે તે જયપુરના એક સ્ટોરમાં ગયો હતો, ત્યાં તેમનું સિમ કાર્ડ ચાલુ થયું હતું, પરંતુ આ સમય દરમિયાન તેમના ખાતામાંથી 68 લાખ રૂપિયાની ઉચાપાત થઈ ગઈ હતી. કોઈ પણ પ્રકારના વેરિફિકેશન વગર કંપનીએ કૃષ્ણલાલનું સિમ કાર્ડ ભાનુપ્રતાપને આપી દીધું હતું, જેનો તેણે ગેરઉપયોગ કર્યો હતો. એથી કંપની સામે કૃષ્ણલાલે આઇટી ઍક્ટ હેઠળ કંપની પર વળતર માટે દાવો કર્યો હતો. ત્યાર બાદ માહિતી પ્રસારણ વિભાગે કંપનીને દંડ કર્યો હતો.

ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરવું હવે મોંઘુ પડી શકે છે, જીએસટી કાઉન્સિલ કમિટીએ આ ભલામણ કરી; જાણો વિગતે 

સુનાવણીમાં આઇટી ઍક્ટ-2000 હેઠળ વોડાફોનઆઇડિયા ટેલિકોમ કંપનીને પીડિત વ્યક્તિને 2.31 લાખ રૂપિયાના વ્યાજ સ્વરૂપે, 72 હજાર રૂપિયાની જમા રકમ અને 24 લાખ રૂપિયાની થયેલી નુકસાની ભરપાઈ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કંપની એક મહિનાની અંદર રકમની ભરપાઈ નહીં કરે તો તેમણે 10 ટકાના દરે વ્યાજ ભરવું પડશે એવું પણ કહેવામાં આવ્યું હતું.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version