Site icon

આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટી, અમુક વેપારીઓએ વેકેશન જાહેર કર્યું તો અમુક ફેક્ટરીઓમાં કામકાજનો સમય ઘટાડવામાં આવ્યો. 

News Continuous Bureau | Mumbai

હીરા ઉદ્યોગમાં(diamond industry) હાલમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં(International Market) હીરાની માંગ ઘટી રહી છે. તેના પગલે તૈયાર હીરાના ભાવમાં(Diamond price) પણ કડાકો બોલ્યો છે. હીરાના ભાવ પ્રતિ કેરેટે ૧૦થી ૧૫ હજાર રૂપિયા ઘટી રહ્યા છે. હીરાના ભાવમાં આ કડાકાના લીધે કારખાનેદારોએ(Manufacturers) નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગના મોટાભાગના કારખાનેદારોએ ઉત્પાદન પર કાપ મૂક્યો છે. સુરતમાં અમુક નાના ઉદ્યોગકારોએ(Entrepreneurs) તો મિની વેકેશન જાહેર કર્યુ છે તો મોટા ઉદ્યોગપતિઓએ કામકાજના કલાકો ઘટાડ્યા છે. તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે. ઊંચી કિંમતે રફની ખરીદી કરી લીધા બાદ હવે તૈયાર હીરાના સમકક્ષ ભાવ ન મળતાં વેપારીઓ નુકસાન જવાના ભયથી વેચાણ કરતા નથી. બીજી તરફ હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવાથી હીરા વેપારીઓ પણ હવે પ્રોડક્શન પર બ્રેક મારી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :   રિલાયન્સ કંપની ૧૯ લાખ કરોડનું બજારમૂલ્ય ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની.

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Stock Market Crash Today: ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભારતીય શેરબજારમાં હાહાકાર: તેજી બાદ અચાનક સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, રોકાણકારોમાં ગભરાટ.
Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Exit mobile version