Site icon

Disney Plus: Netflix પછી હવે ડિઝની પ્લસ પણ પાસવર્ડ શેરિંગને સમાપ્ત કરશે.. આ દેશમાં લાગુ કરવામાં આવ્યા નિયમ..

Disney Plus: ગયા વર્ષે, કેનેડામાં ડિઝની+ એ પાસવર્ડ શેરિંગ અંગે કડક પગલાં લેવાનું શરૂ કર્યું હતું અને હવે તે અમેરિકામાં પણ આ પ્રતિબંધ લાગુ કરી રહ્યું છે.

Disney Plus After Netflix, now Disney Plus will also end password sharing.. Rule implemented in this country.

Disney Plus After Netflix, now Disney Plus will also end password sharing.. Rule implemented in this country.

News Continuous Bureau | Mumbai 

Disney Plus: નેટફ્લિક્સે ગયા વર્ષે, વૈશ્વિક સ્તરે પાસવર્ડ શેરિંગ ( Password sharing ) સમાપ્ત કર્યું હતું. જેમાં કંપનીએ વપરાશકર્તાઓને તેમના મિત્રો અથવા તેમના ઘરની બહારની કોઈપણ વ્યક્તિ સાથે પાસવર્ડ શેર કરવા પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું હતું. નેટફ્લિક્સે આ પગલું તેની આવક વધારવા અને વપરાશકર્તા સાઇન-અપ્સમાં ( user sign-ups ) વધારો કરવા કંપનીએ આ પગલા લીધા છે. તેથી હવે, નેટફ્લિક્સ પછી, વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝનીએ ( Disney ) પણ ધીમે ધીમે પાસવર્ડ શેરિંગને સમાપ્ત કરી રહ્યું છે. 

Join Our WhatsApp Community

ગયા વર્ષે, કેનેડામાં ડિઝની+ ( Disney+ )એ પાસવર્ડ શેરિંગ અંગે કડક પગલાં લેવાનું શરૂ કર્યું હતું અને હવે તે અમેરિકામાં પણ આ પ્રતિબંધ લાગુ કરી રહ્યું છે.

ધ વર્જના અહેવાલ મુજબ, સ્ટ્રીમિંગ જાયન્ટ દેશમાં તેના ગ્રાહકોને તેની સેવાની શરતોમાં ફેરફાર વિશે માહિતી આપતા ઈમેલ મોકલી રહી છે.

 ડિઝની ટૂંક સમયમાં Netflix જેમ નવા સબસ્ક્રિપ્શન પ્લાન પણ રજૂ કરશે.

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ, કંપની પાસવર્ડ શેરિંગ બંધ કરી રહી છે, જે સૂચવે છે કે ડિઝની ટૂંક સમયમાં Netflix જેમ નવા સબસ્ક્રિપ્શન પ્લાન ( Subscription Plan  ) પણ રજૂ કરશે.

આ સમાચાર પણ વાંચો : IND Vs ENG: શ્રેયસ અય્યરના સતત ખરાબ ફોર્મના કારણે આ પૂર્વ ભારતીય ક્રિકેટર કહ્યું, ‘પાછા જાઓ અને ઘરેલુ ક્રિકેટ રમો..

પ્રાપ્ત માહિતી મુજબ, કંપની તરફથી યૂઝર્સને મળેલા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમને પરવાનગી આપવામાં ન આવે ત્યાં સુધી યુઝર્સ તેમના ઘરની બહાર તેમના પાસવર્ડ શેર કરી શકશે નહીં.

ડિઝનીની અન્ય સ્ટ્રીમિંગ સેવા હુલુએ પણ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે ગ્રાહક પાસવર્ડ શેરિંગને પ્રતિબંધિત કરી રહી છે. કંપનીએ કહ્યું છે કે નવા નિયમનો અમલ 14 માર્ચથી શરૂ થશે. નવો નિયમ વપરાશકર્તાઓને તેમના Netflix પાસવર્ડ તેમના ઘરની બહારની કોઈપણ સાથે શેર કરવાથી અટકાવશે.

ડિઝની ટૂંક સમયમાં વિશ્વના અન્ય ઘણા દેશોમાં પાસવર્ડ શેરિંગને સંપૂર્ણપણે સમાપ્ત કરશે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version