Site icon

સપ્ટેમ્બરનો વરસાદ બન્યો વિલનઃ પિતૃપક્ષમાં જ શાકભાજીના ભાવ આસમાને; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું વિદાય લેતું હોય છે. પરંતુ  આ વર્ષે ચોમાસાની વિદાય લંબાઈ ગઈ છે. સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે રાજયમાં અનેક ઠેકાણે શાકભાજીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદમાં શાકભાજીનો પાક ધોવાઈ ગયો છે. તેને પગલે બજારમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. તેથી બરોબર શ્રાદ્ધના સમયમાં જ શાકભાજી મોંઘા થઈ ગયા છે. ઈંધણનો દર વધારો, વરસાદ તેમજ પિતૃપક્ષ આ તમામ કારણોસર શાકભાજીના ભાવ વધી ગયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે હજી થોડા દિવસ પહેલા જ બજારમાં શાકભાજીની ડિમાન્ડ સામે સપ્લાય વધુ હોવાથી શાકભાજીનો મોટા પ્રમાણમાં માલ બજારમાં આવતો હતો. તેથી શાકભાજીના ભાવ પણ  ઊતરી ગયા હતા. ખેડૂતોને પણ તેને કારણે ભારે ફટકો પડયો હતો. ભાવ ઘટી જતા ખેડૂતોને પાણીના ભાવે શાકભાજી વેચવાનો વખત આવ્યો હતો. હોલસેલ બજારમાં તો શાકભાજીના ભાવ એકદમ ઉતરી ગયા હતા. તેને કારણે સેંકડો ખેડૂતોએ પોતાનો માલ રસ્તા પર ફેંકીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં થયો તીવ્ર વધારો, રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા અધધ આટલા કરોડ થઇ; જાણો વિગતે

શાકભાજી બજારમાં આવવાનું ઓછું થતા તેના ભાવ વધી ગયા છે. એપીએમસી બજારમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. બજારમાં રોજની લગભગ 600 ગાડીને બદલે 484 ગાડીઓની આવક થઈ રહી છે. પ્રતિકિલો 10થી 20 રૂપિયા મળી રહેલી ભાજીઓ હવે 20થી 30 રૂપિયા પ્રતિકિલોનો દર થઈ ગયો છે. રિટેલ બજારમાં પણ તેનો ભાવ બેથી ત્રણ ગણો વધી ગયો છે.

Gold Price Drop: સોનાના ભાવમાં મોટો ધડાકો! રેકોર્ડ હાઈથી સીધું ₹૨૮,૦૦૦ સસ્તું થયું સોનું; જાણો આજના લેટેસ્ટ ભાવ અને ઘટાડાનું કારણ.
Share Market Crash: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’: ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૯૫૩ પોઈન્ટ કકડભૂસ, રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સાફ.
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Airlines Seat Booking Rules: પ્લેનમાં મનપસંદ સીટ બુક કરાવવી હવે થશે સસ્તી, એરલાઈન્સ કંપનીઓ મનફાવે તેમ વસૂલી નહીં શકે ચાર્જ; જાણો નવા નિયમો.’
Exit mobile version