Site icon

યુક્રેન-રશિયાના યુદ્ધમાં મેટલ માર્કેટમાં આગ ઝરતી તેજી. ઈ-વ્હીકલ, મોબાઈલ સહિત આ વસ્તુઓ થશે મોંઘી… જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

યુક્રેન અને રશિયા વચ્ચેના ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરના મેટલ માર્કેટને અસર પહોંચી છે. વિશ્વના મોટાભાગના દેશોમાં રશિયાથી નિકલને ઈમ્પોર્ટ કરવામાં આવે છે. યુદ્ધના કારણે નિકલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. ટન દીઠ 111 ટકા ઉછળીને એક લાખ ડોલરને પાર કરી ગયો છે.

Join Our WhatsApp Community

નિકલના ભાવમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળાને પરિણામે લંડન મેટલ એક્સચેન્જ પર તેના વેપારને અટકાવી દેવાની ફરજ પડી હતી. બ્રોકરેજ હાઉસમાં માર્જિન ભરવાની સ્થિતિમાં નહીં રહેતા ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
યુદ્ધને પગલે કોપર, નિકલ સહિતની મુખ્ય ખનીજ-કોમોડિટી સપ્લાયમાં વિક્ષેપ આપવાની શક્યતાને પગલે ભાગમાં જંગી ઉછાળો આવ્યો છે. પહેલાથી ઈંધણ, સ્ટીલ-એલ્યુમિનિયમના ભાવ આસમાને પહોંચેલા છે, તેમાં હવે નિકલના ભાવમાં અચાનક બે-ત્રણ દિવસમાં આવેલા ઉછાળાને પગલે ઔદ્યોગિક જગત પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

એક રિપોર્ટ મુજબ રશિયા વિશ્વના કુલ પુરવઠાના 10 ટકા જથ્થો સપ્લાય કરે છે અને નિકલના કુલ ઉત્પાદનમાં ત્રીજો હિસ્સો એકલા રશિયા પાસે છે. નિકલના ઉત્પાદકોમાં ટોચમાં રશિયાનું સ્થાન ત્રીજું છે. 

બજારમાં નિકલની અછત સર્જાઈ છે. નિકલનો ઉપયોગ સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં થાય છે. કુલ નિકલના ઉત્પાદન માંથી 66 ટકા નિકલનો ઉપયોગ સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. એ સિવાય ઇલેક્ટ્રિક વેહિકલ ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે. નિકલના ભાવમાં આવી જ તેજ રહી તો આગામી દિવસોમાં બાથરૂમના નળ, ફુવારા, મોબાઈલ ફોન,મોબાઈલ-ગાડીઓની બેટરી, જેટ એન્જિન અને કટલરીના સામાન મોંઘા થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : NSEમાં પડ્યું વધુ એક રાજીનામું, આ અધિકારી બીજી ટર્મ માટે તૈયાર નથી; આપ્યું આ કારણ

નિકલની માલની અછત સર્જાવાની શક્યતાએ ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે એક જ દિવસમાં 70 ટકાનો ઉછાળો રહ્યા બાદ મંગળવારે પણ ભાવ  ઊંચો રહ્યો હતો. કોમેક્સ પર ભાવ એક લાખ ડોલર પ્રતિ ટનને પાર નીકળ્યો હતો. રવિવારે 30,000 ડોલરની આસપાસ કારોબાર કરી રહેલ નિકલ વૈશ્વિક બજારમાં માત્ર બે જ ટ્રેડિંગ સેશનમાં ત્રણ ગણું વધ્યું હતું.

વિદેશની સાથે જ ભારતીય બજારમાં પણ ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર નિકલનો ભાવ 40ટકા હાઈ જમ્પ સાથે 5275 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
 

Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Exit mobile version