ઇડીએ ગિતાંજલિ ગ્રુપ ના મેહુલ ચોક્સીની 14 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.
ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિઓમાં મુંબઇના ગોરેગાંવમાં 1460 ચો. ફૂટનો ફલેટ, સોનું, પ્લેટિનિયમ જવેલરી, ડાયમંડ સ્ટોન, ચાંદીના નેકલેસ, ઘડિયાળો અને કારનો સમાવેશ થાય છે.
મેહુલ ચોક્સી હાલમાં એન્ટિગુઆ અને બારબુડામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.