ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
09 ડિસેમ્બર 2020
હાલના દિવસોમાં બહુ ચર્ચિત નામ ED અર્થાત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તળ મુંબઇમાં પોતાની ઓફીસ માટે સારી જગ્યા શોધી રહી છે.
ઈડીને કુલ 31,748 ચોરસફૂટ, કાર્પેટ એરિયાની ઓફિસની જરૂરત છે. ઓફિસની સાથે સાથે વિશાળ પાર્કિંગની પણ જરૂરત છે, જેમાં પૂરતી વીજળી અને પાણીનો પુરવઠો છે.
ઈડીને આ જગ્યા તળમુંબઈના બિઝનેસ હબ ગણાતા બેલાર્ડ એસ્ટેટ, ફોર્ટ, ચર્ચગેટ, કોલાબા, નરીમાન પોઇન્ટ જેવા વ્યાવસાયિક વિસ્તારોમાં જોઈએ છે.
સાથે જ ચોખવટ કરવામાં આવી છે કે વ્યવસાયિક ઉપયોગ માટેની સીધી ઓફર જગ્યાના માલિકો જ કરી શકશે. વચ્ચે કોઈ પણ બ્રોકરની હાજરી ચલાવી લેવામાં આવશે નહીં.
ઈડીએ પોતાના ટેન્ડરમાં જે માહિતી માગી છે તેમાં, સામાન્ય નિયમો અને શરતો, માસિક ભાડું અને અન્ય શુલ્કની વિગતો શામેલ કરવી પડશે.
ઈડીને પોતાની જગ્યા ભાડે આપવા માટે રસ ધરાવતા લોકોએ બેલાર્ડ એસ્ટેટ સ્થિત ઇડીની ઓફિસમાં 31 ડિસેમ્બર (16.00 કલાક) સુધીમાં સીલ બંધ કવરમાં મોકલવાની રહેશે. આવેલી સીલબંધ ઓફરોને 4 જાન્યુઆરી, 2021 ના રોજ (સાંજનાં 3.00) ખોલવામાં આવશે. એમ પણ ED ના વરિષ્ઠ અધિકારીઓ એ જણાવ્યું છે..
