Site icon

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા આ 5 બાબતોનું રાખો ધ્યાન- નહીં થાય કોઇ પણ નુકસાન

News Continuous Bureau | Mumbai

ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric scooter) ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો પરંતુ વધુ ઓપ્શન વચ્ચે મૂંઝવણ છે તો અમે તમને આ સમસ્યાના ઉકેલ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. ભારતીય ટુ વ્હીલર માર્કેટમાં(Indian two wheeler market) છેલ્લા એક કે બે વર્ષમાં EV સેગમેન્ટ ઝડપથી વિસ્તર્યું છે અને જો તમે નવી બેટરી સાથે સ્કૂટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે પાંચ બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

Join Our WhatsApp Community

કિંમતઃ જો તમે કોઇપણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તમને જણાવી દઇએ કે ઇવી વ્હીકલમાં બેટરીની કિંમત(Battery cost) સૌથી મહત્વની હોય છે. ભારતીય બજારમાં(Indian market) બેસ્ટ સ્કૂટર ખરીદવા માટે તમારે એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.

ડ્રાઇવિંગ રેન્જ(Driving Range): કોઇપણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા તેની ડ્રાઇવિંગ રેન્જને ધ્યાનમાં રાખો. કંપની દ્વારા કરવામાં આવેલા દાવાને ધ્યાનથી વાંચો અને ઇન્ટરનેટ પર આવતા રિવ્યુ પણ તપાસો. ઇલેક્ટ્રિક સ્કૂટરની ડ્રાઇવિંગ રેન્જ ઓછામાં ઓછી 120 કિમી હોવી જોઇએ. તે ફ્યુઅલ એવરેજ જેવું જ છે.

આ સમાચાર પણ વાંચો :  OLA ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો ઈરાદો છે- તો જાણો કેવી રીતે બુક કરવું- અહીં સંપૂર્ણ પ્રોસેસ વાંચો

(Feature) વિશેષતા: કોઇપણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા તે સ્કૂટરના ફીચર્સ વિશે સારી માહિતી મેળવો. ટેસ્ટ ડ્રાઇવિંગ(Test driving) દરમિયાન પણ તે ફિચર્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. ડિજિટલ મીટર અને કનેક્ટિવિટી ફિચર્સ(Digital meter and connectivity features) પણ ચેક કરો.

ચાર્જિંગ ટાઇમઃ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા તેની બેટરી ચાર્જ થવામાં લાગેલા સમય વિશે જાણી લો. સ્કૂટરને ચાર્જ કરવામાં જેટલો ઓછો સમય લાગશે તેટલી જ યુઝર્સને વધુ સુવિધા મળશે.

ટેક્સ બેનિફિટ(Tax benefit): ભારત સરકાર અને કેટલીક રાજ્ય સરકારો ઇલેક્ટ્રિક વ્હીકલની(electric vehicles) ખરીદી પર સબસિડી આપે છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું આર્થિક સાબિત થાય છે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version