Site icon

Electric Vehicle : આ બિઝનેસમાં અત્યાર સુધી નથી કોઈ કોમ્પિટિશન, જગ્યા જોઈને તરત કરો શરૂઆત: લાખોમાં થશે કમાણી

Electric Vehicle : મોંઘવારીના આ યુગમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. તેની સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો બિઝનેસ શરૂ કરીને, તમે તગડો નફો કમાઈ શકો છો.

There is no competition in this business so far, see the space and start immediately: you will earn millions

There is no competition in this business so far, see the space and start immediately: you will earn millions

News Continuous Bureau | Mumbai

Electric Vehicle : જો તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો પરંતુ તમે નક્કી નથી કરી શકતા કે કયો બિઝનેસ(Business) શરૂ કરવો છે, તો આજે અમે તમને એક સરસ આઈડિયા આપી રહ્યા છીએ. આજકાલ ઈલેક્ટ્રીક વાહનો (Electric Vehicle) નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. મોંઘવારીના આ યુગમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. તેની સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન (Electric Vehicle Charging Station) નો બિઝનેસ શરૂ કરીને, તમે તગડો નફો કમાઈ શકો છો.

Join Our WhatsApp Community

ઈલેક્ટ્રિક વાહનોએ બજારમાં ધૂમ મચાવી છે. તેને ચલાવવા માટે લોકોએ પોતાના ખિસ્સામાંથી વધારે ખર્ચ કરવાની જરૂર નથી પડતી. આવી સ્થિતિમાં શહેરોથી લઈને ગામડાઓમાં તેની માગ ઝડપથી વધી રહી છે. ગામડાઓમાં મોટી સંખ્યામાં ઈ-રિક્ષાઓ ચાલે છે. આવી સ્થિતિમાં, EV ચાર્જિંગ સ્ટેશનનો બિઝનેસ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કેટલી જગ્યાની જરૂર પડશે

ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે, તમારી પાસે રસ્તાની બાજુએ 50 થી 100 ચોરસ યાર્ડનો ખાલી પ્લોટ હોવો આવશ્યક છે. આ ખાલી જગ્યા તમારા નામે પણ હોઈ શકે છે અથવા તે 10 વર્ષ માટે લીઝ પર હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે, ઈલેક્ટ્રિક વાહન ચલાવતી વખતે કોઈ પ્રદૂષણ થતું નથી.

કેવી રીતે આ બિઝનેસની શરૂઆત કરવી ?

ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે તમારે ઘણી જગ્યાએથી પરમિશન લેવી પડશે. તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC લેવું પડશે. ચાર્જિંગ સ્ટેશન પર કારના પાર્કિંગ અને તેના પ્રવેશ અને બહાર નીકળવાની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. તેની સાથે ચાર્જિંગ સ્ટેશન પર સ્વચ્છ પીવાનું પાણી, શૌચાલય, રેસ્ટ રૂમ, ફાયર એક્સટિંગવિશર અને હવાની સુવિધા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હોવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો: Toor Dal : આયાતી સ્ટોક ભારતીય બજારમાં આવે ત્યાં સુધી સરકાર અરહર (તુવેર)ને રાષ્ટ્રીય સુરક્ષિત ભંડારમાંથી મુક્ત કરશે, તુવેર દાળ ઓનલાઈન હરાજી દ્વારા પાત્ર મિલરોમાં વહેંચવામાં આવશે

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version