Site icon News Continuous Bureau | Mumbai

લિથિયમની કિંમતમાં ઘટડો થતા હવે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકશે, લિથિયમની કિંમત 25% સુધી ઘટી શકે

સતત પાંચમાં દિવસે તેમાં ઘટાડો થયો હતો અને કિંમત અંદાજે ટનદીઠ રૂ.62 લાખ રહી હતી. લિથિયમ સપ્લાયર સિનોમાઇન રિસોર્સ ગ્રુપના ચેરમેન વાંગ પિંગવેઇએ કહ્યું કે, બે વર્ષથી લિથિયમની કિંમતોમાં રેકોર્ડ બ્રેક તેજીનું વલણ હતું. માર્જીન સારું હોવાથી લિથિયમનું માઇનિંગ તેમજ સપ્લાય વધી છે.

Electric vehicles may come down in price Due to Reduction in lithium price

લિથિયમની કિંમતમાં ઘટડો થતા હવે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકશે, લિથિયમની કિંમત 25% સુધી ઘટી શકે

News Continuous Bureau | Mumbai

વર્ષ 2023માં લિથિયમની કિંમત ઘટશે. તેનાથી ઇલેક્ટ્રિક વાહનોનો (EV) મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઘટશે, જેને કારણે તેની કિંમત પણ કેટલાક અંશે ઘટવાની શક્યતા છે. લીથિયમ એક મહત્વપૂર્ણ બેટરી મેટલ છે. નવેમ્બરના મધ્યમાં તેની કિંમત ટનદીઠ $86,173 (રૂ.71.37 લાખ)ના રેકોર્ડ સ્તરે પહોંચી હતી.

Join Our WhatsApp Channel

ગુરુવારે સતત પાંચમાં દિવસે તેમાં ઘટાડો થયો હતો અને કિંમત અંદાજે ટનદીઠ રૂ.62 લાખ રહી હતી. લિથિયમ સપ્લાયર સિનોમાઇન રિસોર્સ ગ્રુપના ચેરમેન વાંગ પિંગવેઇએ કહ્યું કે, બે વર્ષથી લિથિયમની કિંમતોમાં રેકોર્ડ બ્રેક તેજીનું વલણ હતું. માર્જીન સારું હોવાથી લિથિયમનું માઇનિંગ તેમજ સપ્લાય વધી છે. પરિણામે કિંમતો ઘટવા લાગી છે. નવા વર્ષમાં લિથિયમની કિંમત અંદાજે એક ચતુર્થાંશ વધુ ઘટીને ટનદીઠ રૂ.47 લાખની આસપાસ પહોંચી શકે છે. વાંગની કંપની ઝિમ્બાબ્વે અને કેનેડામાં માઇનિંગ કરે છે. આ વર્ષે અંદાજે એક દાયકામાં પહેલી વાર ઇવી બેટરીની કિંમતો ઘટી છે. ઇવીના વધતા ટ્રેન્ડને કારણે લિથિયમની માંગ સપ્લાયથી વધુ છે. જેના લીધે ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ પણ વધારો થયો છે જે માર્કેટ માટે વરદાન સાબિત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો, સંજય રાઉત ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા જ આ જિલ્લાના 50 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા

EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
India Kabaddi Gold Medal Iran Final કબ્બડ્ડીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ રોમાંચક ફાઈનલમાં ઈરાનને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ, વિશ્વ ચેમ્પિયન તરીકે દબદબો કાયમ!
Thackeray Brothers Maha Morcha ઠાકરે બંધુઓ ફરી એક મંચ પર! જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આ તારીખે રાજઉદ્ધવ ઠાકરેનો સંયુક્ત ‘મહામોર્ચો’
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version