Site icon

Elon Musk : દર સેકેન્ડમાં લાખો રૂપિયા કમાય છે એલન મસ્ક, નાની ઉંમરમાં જ કર્યું કામ: આજે આટલી છે સંપત્તિ

Elon Musk : 28 જૂન, 1971ના રોજ જન્મેલા મસ્ક આજે 52 વર્ષના થયા છે. એલન મસ્ક હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની કુલ નેટવર્થ 219 અબજ ડોલર છે.

Elon Musk Earns Millions of Rupees Every Second, Worked at a Young Age: That's How Wealthy Today

Elon Musk Earns Millions of Rupees Every Second, Worked at a Young Age: That's How Wealthy Today

News Continuous Bureau | Mumbai

Elon Musk : આજે ટેસ્લાના સીઈઓ (Tesla CEO) અને ટ્વિટરના ચીફ એલન મસ્ક (Elon Musk) નો જન્મદિવસ છે. 28 જૂન, 1971ના રોજ જન્મેલા મસ્ક આજે 52 વર્ષના થયા છે. એલન મસ્ક હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની કુલ નેટવર્થ 219 અબજ ડોલર (બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર) છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમણે 81.8 અબજ ડોલરની સંપત્તિ ફાયદો થયો છે. મસ્કનું સ્વપ્ન મંગળ પર માનવ વસાહત સ્થાપવાનું છે. તેઓ પોતાના આ સપનાને સાકાર કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યા છે. આજે અમે તમને એલન મસ્ક તેમના જીવન, તેમના સંઘર્ષ વિશે જણાવી રહ્યા છીએ.

Join Our WhatsApp Community

એલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેઓ 17 વર્ષની ઉંમરે કેનેડા આવ્યા હતા. તેમને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ હતો. બાળપણમાં તેઓ ખૂબ જ શાંત હતા, જેના કારણે તેમના મિત્રો તેમને પરેશાન કરતા હતા. એલને 10 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખી લીધું હતું અને 12 વર્ષની ઉંમરે તેમણે ‘બ્લાસ્ટર’ નામની વિડિયો ગેમ બનાવી હતી, જે એક સ્થાનિક મેગેઝિને તેમની પાસેથી પાંચસો યુએસ ડોલરમાં ખરીદી હતી. આને મસ્કની પહેલી ‘બિઝનેસ એચીવમેન્ટ’ કહી શકાય.

દર સેકેન્ડે કમાય છે લાખો રૂપિયા

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ(World’s Richest Man) જીવનના સંઘર્ષનો સામનો કરતી વખતે ઓછું બોલ્યું અને વધુ કર્યું છે. તેમના જીવનમાં ઘણી એવી વસ્તુઓ છે જેમાંથી દરેક યુવાનોએ શીખવું જોઈએ. એલન મસ્કની કમાણી વિશે કહેવાય છે કે તેઓ દર સેકન્ડે 68 લાખ રૂપિયા કમાય છે. આમ છતાં તેમના મનમાં નવા વિચારોને અવકાશ રહે છે.

આ સમાચાર પણ વાંચો: Nitin Gadkari : અમેરિકા પછી ભારતનું સૌથી મોટું રોડ નેટવર્ક, રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ નવ વર્ષમાં 59 ટકા વધી: ગડકરી

મસ્કનો અભ્યાસ

28 જૂન, 1971ના રોજ દક્ષિણ આફ્રિકામાં જન્મેલા એલન રીવ મસ્ક દક્ષિણ આફ્રિકા, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિક છે. તેમની માતા માયે મસ્ક એક મોડેલ અને ડાયેટિશિયન હતા, જ્યારે એરોલ મસ્ક ઇલેક્ટ્રોમિકેનિકલ એન્જિનિયર હતા. એલન મસ્ક ત્રણ બાળકોમાં સૌથી મોટા છે  તેમનું બાળપણ પુસ્તકો અને કોમ્પ્યુટર વચ્ચે વીત્યું હતું. તેઓ 1995માં પીએચડી કરવા માટે અમેરિકાની સિલિકોન વેલી પહોંચ્યા હતા. તેમણે અહીંની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એપ્લાઇડ ફિઝિક્સ વિભાગમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ બે દિવસ પછી તે છોડી દીધું હતું.

27 વર્ષની ઉંમરે શરૂ કરી પોતાની કંપની

27 વર્ષની ઉંમરે મસ્કએ એક નવી કંપનીની સ્થાપના કરી જેનું નામ હતું‘એક્સ ડોટ કોમ'(X.Com) અને આ કંપનીનો દાવો હતો કે, ‘તે મની ટ્રાન્સફર સિસ્ટમમાં ક્રાંતિ લાવવા જઈ રહી છે.’ મસ્કની આ કંપનીને આજે ‘પે પાલ’ ના નામથી ઓળખવામાં આવે છે… જેને વર્ષ 2002માં ઈ બેયએ ખરીદ્યું હતું અને તેના માટે મસ્કને 165 મિલિનય ડોલર મળ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 29 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version