News Continuous Bureau | Mumbai
ટેસ્લાના માલિક(Tesla's owner) અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે(Elon Musk) શુક્રવારે ટ્વિટર(Twitter) ખરીદી કરવા માટે કરેલો 44 અબજ ડોલરનો સોદો(Billion dollar deal) રદ(Cancelled) કર્યો હતો. ટ્વિટર ખરીદી કર્યા બાદ ટ્વિટર પાસેથી ફેક એકાઉન્ટની(Fake account) માહિતી માગી હતી,. જોકે ટ્વિટર ફેક એકાઉન્ટની માહિતી આપવામાં નિષ્ફળ ગયું હોવાનો દાવો એલોને કર્યો છે. એલોન મસ્કે એપ્રિલમા પ્રતિ શેર 54.20 ડોલરની ઓફર આપી હતી.
એલોન મસ્કએ શુક્રવારે જાહેરાત કરી હતી કે કંપની નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે પૂરતી માહિતી આપવામાં નિષ્ફળ ગયા પછી તે ટ્વિટર ખરીદવા માટે તેની $44 બિલિયનની તોફાની ઓફર છોડી દેશે. ટ્વિટરે તરત જ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તે ટેસ્લાના સીઇઓ(Tesla CEO) પર સોદો જાળવી રાખવા માટે દાવો કરશે.
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ(The world's richest man) અને સૌથી પ્રભાવશાળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ(Social media platforms) વચ્ચેના પ્રકરણે હવે અલગ જ વળાંક લીધો છે. એલોન મસ્કના વકીલે કહ્યું હતું કે ટ્વિટરને અનેક વિનંતી કર્યા બાદ પણ તે બનાવટી, સ્પામ ખાતાની(Spam Accounts) માહિતી આપવામાં નિષ્ફળ ગયું છે. તેમ જ ટ્વિટરે આ માટે કોઈ પણ જવાબ લેખિતમાં આપવાનો પણ ઈનકાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : કો-ઓપરેટીવ બેંકના ડાયરેક્ટર બનવું છે- તો તમારે કરવું પડશે આ કામ- સરકારે આપ્યો આદેશ- જાણો વિગત
એલોન મસ્કના પ્રતિનિધિના કહેવા મુજબ ટ્વિટરે તેમના કરારમાં રહેલી અનેક જોગવાઈ નું ઉલ્લંઘન કર્યું છે. ટ્વિટરે ખોટી અને દિશા ભૂલ કરનારી માહિતી આપી છે. તેથી એલોન મસ્કે ટ્વિટર સાથેનો કરાર રદ કર્યો છે.
મસ્કે ટ્વિટર ખરીદી કરવા માટેનો કરાર રદ કરતા હવે ટ્વિટર તરફથી કાયદેસરની લડત લડવામાંની યોજના હોવાનું ટ્વિટરના અધ્યક્ષ બ્રેટ ટાયલોએ કહ્યું હતું.