Site icon

એલોન મસ્કના ટ્વિટર ની હાલત ખરાબ! ભારતમાં તેની બે ઓફિસને મારી દીધા તાળાં, કર્મચારીઓને આપી દીધો આ આદેશ

વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે ભારતમાં ટ્વિટરની બે ઓફિસો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારતમાં ત્રણમાંથી બે ઓફિસને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે.

Now, you can earn double revenue from Twitter: Here's how

Now, you can earn double revenue from Twitter: Here's how

News Continuous Bureau | Mumbai

વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે ભારતમાં ટ્વિટરની બે ઓફિસો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારતમાં ત્રણમાંથી બે ઓફિસને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે.

Join Our WhatsApp Community

હકીકતમાં, એલોન મસ્ક ટ્વિટરના ખર્ચને ઘટાડવા માટે સતત ફેરફારો કરી રહ્યા છે. આ અંતર્ગત 2022માં છટણી કર્યા પછી એલોન મસ્ક હવે ટ્વિટર ઓફિસો બંધ કરી રહ્યા છે. અહેવાલો મુજબ મસ્કની આગેવાની હેઠળની સોશિયલ મીડિયા કંપનીએ ભારતમાં દિલ્હી અને મુંબઈમાં તેની ટ્વિટર ઓફિસ બંધ કરી દીધી છે. છે અને સ્ટાફને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. મસ્કે અગાઉ ભારતમાં તેના આશરે 200થી વધુ સ્ટાફમાંથી 90 ટકા સ્ટાફને કાઢી મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શિવસેના સત્તા સંઘર્ષ: સુપ્રીમ કોર્ટે ઠાકરે જૂથને આપ્યો ઝટકો, હવે આ તારીખે થશે ફરી સુનાવણી; જાણો આજે શું થયું કોર્ટમાં 

ઉલ્લેખનીય છે કે, ટ્વિટરની ભારતમાં ત્રણ ઓફિસ દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં છે. જોકે આ નિર્ણય બાદ હવે ભારતમાં ટ્વિટરની માત્ર એક જ ઓફિસ બાકી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એલોન મસ્ક ટ્વિટરની નાણાકીય સ્થિતિ સુધારવામાં વ્યસ્ત છે. 2023 ના અંત સુધીમાં, તે ટ્વિટરને આર્થિક રીતે સ્થિર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ અંતર્ગત તેમણે મોટા પાયે કર્મચારીઓની છટણી જ નથી કરી, પરંતુ ટ્વિટરની ઓફિસ સેવાઓમાં પણ કાપ મૂક્યો છે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Exit mobile version