Site icon

કાગળ પર અમીર અને કાગળ પર ગરીબ, કેવી વિચીત્ર વાત. ઈલોન મસ્કની સંપતિમાં ૧૫.૨૦ અબજ ડોલરનું ધોવાણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર
અમેરિકન શેરબજારોમાં એમેઝોનના શેરમાં ઘટાડો થતાં જેફ બેઝોસની નેટ વર્થ ૨.૭૦ અબજ ડોલર ઘટી હતી. ઓરેકલ કોર્પ.ના સહસ્થાપક લેરી એલિસનની સંપતિમાં ૨.૬૦ અબજ ડોલરનું ધોવાણ થયું છે.  માર્ક ઝકરબર્ગની સંપતિ ૧.૩૦ અબજ ડોલર ઘટી૧૧૪.૭૦ અબજ ડોલર રહી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું હતું. ફુગાવાના ઊંચા દર તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ટેપરિંગ કાર્યક્રમ ઝડપી બનાવવાના સંકેતને બજાર હજુપણ પ્રતિસાદ આપી રહ્યું છે. અમેરિકાની ટોચની દસ ટેકનોલોજી કંપનીના માલિકોની સંપતિમાં સંયુકત રીતે ૨૭.૪૦ અબજ ડોલરનું ધોવાણ થયું છે.ફુગાવા તથા આર્થિક આકરાં પગલાંના ભય   વચ્ચે ટેકોનોલોજી સ્ટોકસમાં કડાકા બોલાઈ જતા અમેરિકાના ટેક માંધાતા ઇલોન મસ્કની સંપતિમાં અબજાે ડોલરનું ધોવાણ થયું હતું. ઇલોન મસ્કની નેટ વર્થમાં શુક્રવારે ૧૫.૨૦ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. ટેસ્લા ઈન્કના શેરોમાં વેચવાલી ચાલુ રહેતા આ ઘટાડો જાેવાયો છે. આ ઘટાડા બાદ મસ્કની સંપતિ હજુ પણ ૨૬૮.૯૦ અબજ ડોલર રહી છે, જે વર્તમાન વર્ષના પ્રારંભની સરખામણીએ ૭૨ ટકા વધુ છે, એમ એક અહેવાલમાં બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસને ટાંકીને જણાવાયું હતું.

SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
India Exports: ટ્રમ્પના ટેરિફ થી વેપાર ની હાલત ખરાબ, ઓગસ્ટમાં નિકાસ 16.3% ઘટી, આ સેક્ટર પર સૌથી વધુ અસર
Exit mobile version