Site icon

EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો

EPFO 3.0: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ટૂંક સમયમાં EPFO 3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ડિજિટલ સિસ્ટમ દ્વારા 8 કરોડથી વધુ કર્મચારીઓને મોટો ફાયદો થશે. જેમાં સૌથી મોટી સુવિધા એ છે કે તમે ATM માંથી પણ PFના પૈસા કાઢી શકશો.

EPFO 3.0 EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો

EPFO 3.0 EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો

News Continuous Bureau | Mumbai

સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા દરેક કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ હોય છે, જે EPFO દ્વારા સંચાલિત થાય છે. હવે EPFO ટૂંક સમયમાં જ EPFO 3.0 નામની નવી સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આનાથી કર્મચારીઓને નાની-નાની જરૂરિયાતો માટે બેંકમાં જવું પડશે નહીં. હાલમાં PF ઉપાડવા માટે બેંકનો સંપર્ક કરવો પડે છે, પરંતુ નવી સિસ્ટમમાં આ બધી પ્રક્રિયા ઓનલાઈન થશે.

Join Our WhatsApp Community

EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે?

EPFO 3.0 એ કર્મચારી ભવિષ્ય નિધિ માટે એક અદ્યતન ડિજિટલ સિસ્ટમ છે. આના દ્વારા PF સંબંધિત તમામ સેવાઓ અને ઉપાડની પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જશે. આ સિસ્ટમ જૂન 2025માં લોન્ચ થવાની હતી, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર તેના લોન્ચિંગમાં વિલંબ થયો છે.

ATM માંથી પૈસા કેવી રીતે કાઢી શકાશે?

આ નવી સિસ્ટમની સૌથી મોટી સુવિધા એ છે કે PF ખાતાધારકો હવે ATM માંથી પણ પૈસા ઉપાડી શકશે. અત્યાર સુધી તમારે ફક્ત ઓનલાઈન ક્લેમ કરવો પડતો હતો. પૈસા ઉપાડવા માટે PF એકાઉન્ટને UPI અથવા ATM સાથે લિંક કરી શકાશે. આ માટે તમારે પિન અથવા આધાર નંબર દ્વારા વેરિફિકેશન કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો : Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ

ક્લેમ પ્રોસેસમાં શું ફેરફાર થશે?

EPFO 3.0 દ્વારા PF ક્લેમ અને વ્યક્તિગત માહિતીમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારવા માટે EPFO કાર્યાલય જવાની જરૂર નહીં પડે. આ માટે એક ઓનલાઈન સુવિધા પૂરી પાડવામાં આવશે. આનાથી તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બનશે અને કર્મચારીઓ ગમે ત્યારે, ગમે ત્યાંથી પોતાના કામ કરી શકશે, જેનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
GST: મધ્યમ વર્ગ બન્યો રાજા, ‘જીએસટી 2.0’ થી આ વસ્તુઓ થઇ સસ્તી, જાણો ક્યારથી અમલ માં આવશે નવા દર
Exit mobile version