Site icon

Everest Masala: સિંગાપોરમાં એવરેસ્ટ મસાલામાં મળ્યું ખતરનાક કેમિકલ.. જાણો કંપનીએ શું કહ્યું?

Everest Masala: સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ એવરેસ્ટ ફિશ કરી મસાલા પરત કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં ઇથિલિન ઓક્સાઈડ નિર્ધારિત જથ્થા કરતાં વધુ છે. આ મસાલા બ્રાન્ડને SP મુથૈયા એન્ડ સન્સ Pvt Ltd દ્વારા સિંગાપોરમાં આયાત કરવામાં આવ્યો હતો.

Everest Masala Dangerous chemical found in Everest Masala in Singapore.. Know what the company said

Everest Masala Dangerous chemical found in Everest Masala in Singapore.. Know what the company said

News Continuous Bureau | Mumbai

Everest Masala: દેશની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મસાલાને મોટો ઝટકો લાગ્યો છે. સિંગાપોરમાં એવરેસ્ટ ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુરુવારે આદેશ જારી કરતી વખતે, સિંગાપોર ફૂડ એજન્સી (SFA) એ નિવેદન આપતા કહ્યું હતું કે, આ મસાલામાં ઇથિલિન ઓક્સાઈડની માત્રા ઘણી વધારે છે. તેથી આ મસાલો માનવ વપરાશ માટે યોગ્ય નથી. ઇથિલિન ઓક્સાઇડ એ જંતુનાશક છે. તેનો ઉપયોગ ખોરાકમાં કરી શકાતો નથી. જો કે, તેનો ઉપયોગ મસાલા સાફ કરવા માટે જરુરથી કરી શકાય છે. 

Join Our WhatsApp Community

સિંગાપોર ( Singapore ) ફૂડ એજન્સીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ ( Center for Food Safety ) એવરેસ્ટ ફિશ કરી મસાલા પરત કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં ઇથિલિન ઓક્સાઈડ નિર્ધારિત જથ્થા કરતાં વધુ છે. આ મસાલા બ્રાન્ડને SP મુથૈયા એન્ડ સન્સ Pvt Ltd દ્વારા સિંગાપોરમાં આયાત કરવામાં આવ્યો હતો. SFA એ કંપનીને આ પ્રોડક્ટને રિકોલ કરવા માટે સૂચના આપી છે.

 Everest Masala: અમે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ: એવરેસ્ટ મસાલા કંપની..

વિયોનના અહેવાલ મુજબ, આ અંગે એવરેસ્ટ મસાલા કંપનીએ નિવેદન આપ્યું હતું કે, એવરેસ્ટ 50 વર્ષ જૂની પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. અમારા તમામ ઉત્પાદનો કડક પરીક્ષણ પછી જ ઉત્પાદિત અને નિકાસ કરવામાં આવે છે. અમે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. અમારા ઉત્પાદનો પર ભારતીય સ્પાઈસ બોર્ડ અને FSSAI સહિતની તમામ એજન્સીઓની મંજૂરીની મહોર છે. દરેક નિકાસ પહેલા, અમારા ઉત્પાદનોનું ભારતીય સ્પાઇસ બોર્ડ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. હાલમાં અમે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ગુણવત્તા નિયંત્રણ ટીમ આ બાબતની સંપૂર્ણ તપાસ કરી રહી છે

SFA એ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ હાલના સમયે તેમના ખોરાકમાં એવરેસ્ટ મસાલાનો ( Everest Fish Curry Masala ) ઉપયોગ ન કરે. જો ગ્રાહકોએ તેને પહેલેથી જ ખરીદી લીધો હોય તો અત્યારે તેનો ઉપયોગ કરવાનું ટાળે. ફૂડ એજન્સીએ કહ્યું છે કે જો લાંબા સમય સુધી ઇથિલિન ઓક્સાઈડનો ( ethylene oxide ) ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો તમે તેનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો, તો તમે ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો.

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version