Site icon

શાનદાર ઓફર! એક નહીં પણ આ ચાર  OTT પ્લેટફોર્મ માત્ર 30 રૂપિયામાં, જાણો પૂરી વિગત અહીં 

 News Continuous Bureau | Mumbai

એક્સાઇટેલ ફાઇબર બ્રોડબેન્ડ શ્રેષ્ઠ ઇન્ટરનેટ સ્પીડ પ્રદાતા છે. એક્સાઇટેલ તેના ગ્રાહકોનું ખાસ ધ્યાન રાખે છે. તે એક સારો બ્રોડબેન્ડ છે જે ઓછી કિંમતે હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે. આ વખતે કંપનીએ ખૂબ જ ઓછી કિંમતે શાનદાર પેક ઓફર કર્યા છે.

Join Our WhatsApp Community

જો તમે મૂવીઝ અને વેબસિરીઝ જોવાના શોખીન છો, તો Excital તમારા માટે જબરદસ્ત બ્રોડબેન્ડ પેક ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં ઓછી કિંમતે અનલિમિટેડ હાઇ સ્પીડ ડેટા ઉપલબ્ધ છે. હાલ એક્સાઇટેલની આ ઓફર ઘણી ચર્ચાનો વિષય બની છે. તો ચાલો જાણીએ તેના ખાસ પ્લાન વિશે… 

રિપોર્ટ મુજબ કંપની તરફથી 30 રૂપિયાના રિચાર્જ પર તમને એક સાથે 4 OTT એપ્સની સબસ્ક્રિપ્શન ઓફર મળી રહી છે. એટલે કે આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને મફતમાં OTT સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ એક એડ ઓન પ્લાન છે. જેને ડેટા પેકથી રિચાર્જ કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો: ખૂબ ઉપયોગી છે Mini LED Bulb, કિંમત માત્ર રૂપિયા 33થી થાય છે શરૂ, ઈમરજન્સીમાં આવી રીતે આવે છે કામ

ઉલ્લેખનીય છે કે Excitel એ ભારતમાં અગ્રણી બ્રોડબેન્ડ પ્રોવાઇડરમાંની એક છે. કંપની દ્વારા 4 OTT એડ ઓન પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. આ પ્લાન્સ રૂ. 30, રૂ. 60, રૂ. 100 અને રૂ. 200માં આવે છે.

OTT પ્લાન જાણો

30 રૂપિયાનો પ્લાન

30 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને EpicON, ShemarooMe, Hungama Play, Hungama Music, ALT બાલાજી સાથે Play box TVનું સબ્સ્ક્રિપ્શન મળે છે. તેની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાન પર બેઝ OTT છે.

60 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને ZEE5, SonyLIV અને PlayboxTV સબસ્ક્રિપ્શન મળે છે. તેની વેલિડિટી 30 દિવસની છે.

આ સમાચાર પણ વાંચો: ચીનમાં એક જ દિવસમાં નોંધાયા 30 હજારથી વધુ નવા કેસ, ફરી લાગુ કરાયું લોકડાઉન.. લોકો ઉતર્યા રસ્તા પર.. જુઓ વિડીયો..

100 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને ZEE5, Sony LIV, EpicON, ShemarooMe, Hungama Play, Hungama Music, ALT બાલાજી અને પ્લે બોક્સ ટીવીનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. યુઝર્સ આ પ્લાન્સને ખૂબ પસંદ કરે છે. તેની વેલીડીટી પણ 30 દિવસની છે.

200 રૂપિયાનો પ્લાન

200 રૂપિયા ખર્ચ્યા પછી, યુઝર્સ ZEE5, Sony LIV, Disney+ Hotstar, EpicON, ShemarooMe, Hungama Play, Hungama Music, ALT બાલાજી સાથે પ્લે બોક્સ ટીવીનું મફત સબ્સ્ક્રિપ્શન મેળવે છે. તેની વેલીડીટી પણ 30 દિવસની છે.

Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત
Exit mobile version