Site icon News Continuous Bureau | Mumbai

કયાં છે 2000 રૂપિયાની નોટો-સંસદમાં સરકારે આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

બજારમાં મોટી સંખ્યામાં 500 અથવા 2000ની નકલી નોટ (Fake note) સર્ક્યુલેટ(Circulate) થઈ છે ત્યારે તમારી પાસે આવેલી નોટ અસલી છે કે નહીં તેની ખાતરી કરી લેજો. કારણ કે કેન્દ્ર સરકારે(Central Govt) નકલી નોટો અંગે સંસદમાં(Parliament) ઘણી ચોંકાવનારી માહિતી આપી છે. 

Join Our WhatsApp Channel

સંસદમાં આવેલી માહિતીમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2018 અને 2020 વચ્ચે નકલી ચલણ(Fake currency) જપ્ત કરવામાં નોંધપાત્ર વધારો થયો છે. 

2016 થી 2020 સુધીના ચાર વર્ષ દરમિયાન 2,000 રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. ભારતીય ચલણમાં(Indian currency) 2,000 રૂપિયાની નોટ દાખલ થયા બાદ 2016માં 2,000  રૂપિયાની 22,272  નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ 2017માં આ સંખ્યા વધીને  74,898  થઈ ગઈ હતી. તે પછી 2018માં 54,776 થઈ હતી. તો 2019માં 90,556  અને 2020માં 2,000 રૂપિયાની 2,44,834 નકલી જપ્ત કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રીએ(Minister of State for Finance) NCRB ડેટાના આધારે સંસદમાં આ માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો :  ફરી એક વખત બજારમાં ચાંદીની રાખડીનું ચલણ આવ્યું- આ રેટ પર વેચાઈ રહી છે

નકલી નોટોના જથ્થાને ચકાસવા માટે ઉચ્ચ ગુણવત્તાની નેક ઈન્ડિયન કરન્સી નોટની તપાસ માટે નોડલ એજન્સીની(Nodal Agency) સ્થાપના કરવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશ(Bangladesh) વચ્ચે માહિતી શેર કરવા અને નકલી ચલણના દાણચોરોને ઓળખવા માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની(Joint Task Force) પણ રચના કરવામાં આવી છે, એમ મંત્રીએ જણાવ્યું હતું.

Meta Business Agent AI ભારતમાં વોટ્સએપનો મોટો ધમાકો, ૨૪ કલાક બિઝનેસ ચલાવવા માટે લોન્ચ કર્યું ‘Meta Business Agent AI’
Crude oil price hike અમેરિકાના હુમલા બાદ વૈશ્વિક બજારમાં ભડકો, ક્રૂડ ઓઈલના ભાવમાં ૩ ટકાનો મોટો ઉછાળો Crude oil price hike Middle East conflict
ATM Cash Crunch એટીએમમાં કેશની અછત? ઘણી જગ્યાએ ખાલી થયા મશીનો, RBI એ બેંકો પાસેથી માંગ્યો રિપોર્ટ
EthanolBlended Petrol ઇથેનોલબ્લેન્ડેડ પેટ્રોલ (E20) અંગેની ગેરમાન્યતાઓ શું ખરેખર ગાડીનું એન્જિન બગડી રહ્યું છે? જાણો સરકારનું સ્પષ્ટીકરણ
Exit mobile version