ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
દેશભરમાં ઈ-કોમર્સ ઓનલાઈન કંપનીઓએ ભારતીય બજારો પર કબજો કરી લીધો છે. જેને પગલે સ્થાનિક વેપારીઓને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો છે. ત્યારે દીવાળીના તહેવારમાં ઓનલાઈન નહીં પણ સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની અપીલ ફેડરેશન ઓફ એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર(FAM) કરી છે.
FAMના ડાયરેકટર જનરલ આશિષ મહેતાએ જણાવ્યું હતું કે દીવાળીનો તહેવાર આવી ગયો છે. લોકોની ખરીદી હજી પણ ચાલી રહી છે. ઈ-કોમર્સ કંપની ઓનલાઈનમાં ભરખમ ડિસ્કાઉન્ટની ઓફર આપીને ગ્રાહકોને લલચાવતી હોય છે. એ એક પ્રકારની છેતરપીડી હોય છે. ઓનલાઈન કંપનીઓ ગ્રાહકોને જ નહીં પણ દેશને પણ આર્થિક રીતે નુકસાન કરી રહી છે. તેથી ઓનલાઈન ખરીદી કરી વિદેશી કંપનીઓને ફાયદો કરાવવો નહીં.
ગ્રાહકોને દીવાળીના તહેવારમા સ્થાનિક દુકાનદારો અને સ્ટ્રીટ વેન્ડરો પાસેથી જ ખરીદી કરવી. પહેલાથી કોરોનાને પગલે વેપારીઓ ભારે સહન કરી ચૂકયા છે. તેથી ગ્રાહકો ભારતીય વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરો પાસેથી ખરીદી કરશે તો તેમને મદદ થશે એવી અપીલ પણ ફામે કરી હતી.