Site icon News Continuous Bureau | Mumbai

વિદેશી નહીં સ્વદેશી બનોઃ ભારતીય બનાવટના ઉત્પાદનોની ખરીદીની આ સંસ્થાએ કરી અપીલ..જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 1 નવેમ્બર, 2021.

Join Our WhatsApp Channel

સોમવાર.

દેશભરમાં ઈ-કોમર્સ ઓનલાઈન કંપનીઓએ ભારતીય બજારો પર કબજો કરી લીધો છે. જેને પગલે સ્થાનિક વેપારીઓને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો છે. ત્યારે દીવાળીના તહેવારમાં ઓનલાઈન નહીં પણ સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની અપીલ ફેડરેશન ઓફ એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર(FAM) કરી છે.

FAMના ડાયરેકટર જનરલ આશિષ મહેતાએ જણાવ્યું હતું કે દીવાળીનો તહેવાર આવી ગયો છે. લોકોની ખરીદી હજી પણ ચાલી રહી છે. ઈ-કોમર્સ કંપની ઓનલાઈનમાં ભરખમ ડિસ્કાઉન્ટની ઓફર આપીને ગ્રાહકોને લલચાવતી હોય છે. એ એક પ્રકારની છેતરપીડી હોય છે. ઓનલાઈન કંપનીઓ ગ્રાહકોને જ નહીં પણ દેશને પણ આર્થિક રીતે નુકસાન કરી રહી છે. તેથી ઓનલાઈન ખરીદી કરી વિદેશી કંપનીઓને ફાયદો કરાવવો નહીં.

દીવાળીમાં વિદેશી માલના બહિષ્કારની અપીલને પગલે ચીનને થયું આટલા કરોડનું નુકસાનઃ વેપારી સંસ્થા CAITનો દાવો

ગ્રાહકોને દીવાળીના તહેવારમા સ્થાનિક દુકાનદારો અને સ્ટ્રીટ વેન્ડરો પાસેથી જ ખરીદી કરવી. પહેલાથી કોરોનાને પગલે વેપારીઓ ભારે સહન કરી ચૂકયા છે. તેથી  ગ્રાહકો ભારતીય વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરો પાસેથી ખરીદી કરશે તો તેમને મદદ થશે એવી અપીલ પણ ફામે કરી હતી. 

 

Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં
India Joins 6G Global Alliance 5G પછી 6G ની તૈયારી ભારતે અમેરિકા સહિત ૨૪ દેશો સાથે હાથ મિલાવ્યા; સેમિકન્ડક્ટર અને AI સેક્ટરમાં આવશે નવી ક્રાંતિ
Exit mobile version