Site icon

ખાને કે દાંત અલગ, ચબાને કે દાંત અલગ; મહારાષ્ટ્ર સરકાર અને BMCની અલગ-અલગ પૉલિસી વચ્ચે વેપારીઓ પિસાઈ રહ્યા છે : FAM, જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ જાહેર કરેલા નિયમ મુજબ મુંબઈ લેવલ વનમાં છે. છતાં મુંબઈ મહાનગરપાલિકાએ 27 જૂન સુધી લેવલ થ્રી હેઠળનાં નિયંત્રણોને જ ચાલુ રાખ્યાં છે, ત્યારે મહારાષ્ટ્રના વેપારીઓનું નેતૃત્વ કરતી ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર (FAM) મહારાષ્ટ્ર સરકાર અને BMCના અલગ-અલગ નિર્ણયને કારણે વેપારી વર્ગ પિસાઈ રહ્યો છે એવા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. એ સાથે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પાલિકાની ભેદભાવભરી નીતિ સામે વિરોધ પણ દર્શાવ્યો હતો.

FAMના અધ્યક્ષ વિનેશ મહેતાએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ સરકાર અને પાલિકા વેપારીઓ સાથે અન્યાય કરી રહી છે. અત્યાર સુધી વેપારી વર્ગે સંપૂર્ણ રીતે તેમને સહયોગ આપ્યો છે, પણ હવે સહનશીલતાનો અંત આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર નિયમોને આગળ કરીને ધીમે-ધીમે રાહત આપવાની વાત કરે છે. સાથે જ નિયંત્રણો હળવાં કરવાની જવાબદારી સ્થાનિક પાલિકાના માથા પર નાખી દેતી હોય છે. તો મુંબઈ પાલિકા કોરોનાનું જોખમ હજી પણ છે એવું કારણ આપીને રાહત આપવાથી પાછળ હટી રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને BMC બંને પ્રૅક્ટિકલી અને થિયોરિટિકલી અલગ-અલગ વર્તી રહી છે, તેમના આવા વલણમાં વેપારી વર્ગ પિસાઈ રહ્યો છે.

શેરબજાર માટે મંગળવાર મંગલકારી!! સેન્સેક્સએ પ્રથમ વખત 53 હજારની સપાટી વટાવી, આ કંપનીઓના શેરમાં થયો વધારો ; જાણો વિગતે 

મુંબઈ મહાનગરપાલિકા નિર્ણય લેતાં ડરી રહી છે એવું જણાવતાં વિનેશ મહેતાએ કહ્યું હતું કે મુંબઈમાં વેપારીઓ સાથે રાખવામાં આવી રહેલા ભેદભાવ બદલ અમે શરૂઆતથી પાલિકા અને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ વિરોધ કરતાં આવ્યા છીએ. સોમવારના પાલિકાના નિર્ણય બાદ અમારો વિરોધ હવે વધુ મજબૂત બન્યો છે. દેશભરમાં ધીમે-ધીમે લૉકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં પણ અનેક જિલ્લામાં રાહત મળી ગઈ છે. એટલે સુધી કે મુંબઈને અડીને આવેલા થાણે અને નવી મુંબઈમાં પણ સ્થાનિક પાલિકાઓએ મોટી રાહત આપી છે, ત્યારે BMC જ એક એવી છે જે  વેપારીઓને છૂટછાટ આપવાથી પાછળ હટી રહી છે.

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version