Site icon News Continuous Bureau | Mumbai

પ્રશાસનથી ત્રસ્ત વેપારીઓની સમસ્યા સંદર્ભે ફામની યોજાઈ મિટિંગ; લેવાયો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોનાને કારણે લદાયેલા લૉકડાઉનથી વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોવા છતાં પ્રશાસને અમલમાં મૂકેલા પ્રતિબંધોથી ત્રસ્ત વેપારીઓની સમસ્યા અંગે આજે ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)એ આજે સાંજે મિટિંગ બોલાવી હતી અને આ સમસ્યાના ઉકેલ માટે મહત્ત્વનો નિર્ણય લીધો હતો.

આ મિટિંગમાં સભ્યોએ નિર્ણય કર્યો છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લઈ અને તેમને હસ્તક્ષેપ માટે વિનંતી કરી ફરિયાદો રજૂ કરાશે. આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને દુકાનદારોની ફરિયાદોની માહિતી આપી અને વહેલી તકે પ્રશ્નોના નિરાકરણમાં મદદ કરવાની વિનંતી કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકાર પાસે બે લાખ પદ ખાલી પડ્યાં છે; ખોરવાઈ રહ્યું છે જનતાનું કામકાજ, જાણો ચોંકાવનારી વિગત 

ઉલ્લેખનીય છે કે એમ છતાં જો વેપારીઓને ન્યાય નહિ મળે તો તેઓ વેપાર કરવા અને તેમનું ગુજરાન ચલાવવાના તેમના મૂળભૂત અધિકાર માટે લડત આપશે. બીજા વેપારી સંગઠનોનો ટેકો મેળવીને સાથે શાંતિપૂર્ણ જન આંદોલન શરૂ કરવામાં આવશે.

Jio Vs Starlink Satellite Internet Jio Vs Starlink ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરવાની તૈયારી, ફાઇબર કેબલ કરતા કેટલી મોંઘી હશે કિંમત?
Gold and Silver Price Hike સરાફા બજારમાં મોટો ઉછાળો દિવાળીના બીજા જ દિવસે સોનામાં 700 અને ચાંદીમાં 1000 રૂપિયાનો વધારો
Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
Sugar Prices તહેવારની સિઝનમાં સામાન્ય જનતા પર બોજ એક જ મહિનામાં ખાંડ થઈ મોંઘી, જુઓ છૂટક બજારના નવા ભાવ
Exit mobile version