Site icon News Continuous Bureau | Mumbai

‘ફાર્મ ટુ હોમ’ : શાકભાજી સસ્તું થયું, ખેડૂતો ઉત્પાદન સીધુ ગ્રાહકોને વેચી રહ્યા છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

4 જુલાઈ 2020 

લોકડાઉન દરમિયાન ખેતરો, વાડીઓ અને ફાર્મમાંથી ઉગાડેલા તાજા શાકભાજી અને ફળો, વચેટિયાઓ અને દલાલો સિવાય ડાયરેક્ટ લોકોના રસોડામાં પહોંચી રહ્યું છે ,એટલે કે ખેતરથી ઉત્પાદન સીધા તમારા ઘરે પહોંચતા કરવાની ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. આમાં શાકભાજી-ફળ ઉત્પાદકો, ખેડૂતો તથા ગ્રાહકો બંનેને લાભ થઈ રહયો છે. કૃષિ નિષ્ણાંતો એ ખેતર થી સીધા જ ગ્રાહકોને થઈ રહેલા ઉત્પાદનના વેચાણને આવકાર્યું છે અને જનતાએ પણ આ યોજનાને હાથોહાથ અપનાવી લીધી છે. સિધા વેચણની આ યોજનામાં ખેડૂતોના 3790 સંગઠનો જોડાયા છે. જ્યારે  છુટક માલ વેચાણ માટે જિલ્લા પ્રશાસન અને સ્થાનિક સત્તાવાળાઓએ મળીને 3212 કેન્દ્રો શરૂ કર્યા હતા. જેમાં 30 મી જૂન સુધીમાં 14 લાખ કવીંટલ શાકભાજી ફળો અને બીજા કૃષિ ઉત્પાદનો નું સીધું વેચાણ થયાની નોંધ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીએ કરી છે.  

પહેલા ફળ શાકભાજીની ખેતરથી બજાર સુધી પહોંચવાની ક્રિયા ખૂબ જટિલ હતી. ખેડૂતો પોતાનો માલ સૌપ્રથમ એ.પી.એમ.સી માર્કેટ માં મોકલતા હતા, ત્યાંથી આ માલ હોલસેલ વાળા પાસે જતો હતો અને હોલસેલ વાળાઓ પાસેથી આ માલ છોટા ગ્રાહકો અને વેચાણકરો સુધી પહોંચતો હતો. જેમાં છૂટક વેપારી, હોલસેલર, અને દલાલો પોત પોતાનું કમિશન અને નફો ચડાવીને વેચતા હતા. જેનાથી શાકભાજી-ફળોના ભાવો ચાર ગણા વધી જતા હતા. પરંતુ લોકડાઉનને કારણે આ આખી સપ્લાય ચેઇન તૂટી ગઈ છે. જેનો ફાયદો ખેડૂતો અને લોકોને સીધો મળી રહ્યો છે અને આમ સસ્તુ શાક જનતા સુધી પહોંચતું થયું છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VKmd8S  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version