Site icon

લૉકડાઉનના કારણે ફળ અને શાકભાજીની માંગ ઘટી, ખેડૂતોને આર્થિક નુકશાન થયું. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરૂવાર

કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનથી ફળો અને શાકભાજીના ઘણા વેપારીઓની માગ અને વેચાણમાં ઘટાડો થયો છે. પરિણામે ઘણા ખેડૂતોએ તેમનાં ખેતરોમાં વાવેલાં શાકભાજી અને ફળો ખેતરમાં જ સડી ગયાં છે. એક મીડિયા અહેવાલ મુજબ ઔરદ શાહજાનીમાં ઉમાકાંત ભંડારેના ખેતરની બે એકર જમીનમાંથી સેંકડો ટન તરબૂચ વેપાર બંધ હોવાથી ખેતરમાં સડે છે.

ઉમાકાંતે તેના બે એકરના ખેતરમાં 1 લાખ રૂપિયાના ખર્ચે તરબૂચનું વાવેતર કર્યું હતું, પરંતુ આ તરબૂચની લૉકડાઉનના સમયગાળા દરમિયાન લણણી કરવામાં આવી હોવાથી તરબૂચની માગ નથી. તરબૂચ ખેતરમાં પડ્યાં હોવાથી ગામમાં વેચવા છતાં પણ ઉત્પાદન-ખર્ચ કાઢી શકાયો નથી.

આવી જ સમસ્યા ખેડૂત કન્હૈયા પાટીલની છે. તેણે તેના એક એકરના ખેતરમાં લીલાં મરચાંનું વાવેતર કર્યું હતું. મરચાના છોડમાં ઘણાં મરચાં હતાં, પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં તાળાબંધી થતાં મરચાંની માગ ઘટી ગઈ હતી. એથી આ મરચાં છોડ પર સુકાવા લાગ્યાં છે અને ઉત્પાદન-ખર્ચ જેટલું વેચાણ કરવું પણ મુશ્કેલ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉનથી અનેક વેપારીઓ અને ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોની  અપેક્ષા છે કે સરકાર તેમને સહાય પૂરી પાડે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version