Site icon

ગુડ ન્યૂઝ / નીતિન ગડકરીના નિર્ણયથી સરકારની થઈ મોટી કમાણી, ફાસ્ટેગને લઈ આવી મોટી ખુશખબર!

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા શરૂ કરવામાં આવેલી ફાસ્ટેગની સુવિધાને કારણે હાઈવે પર મુસાફરી ઘણી સરળ બની ગઈ છે.

FASTag collections hit Rs 50000 cr in 2022-up 46perc YoY-NHAI data

News Continuous Bureau | Mumbai

FASTag Toll Collection 2022: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) દ્વારા શરૂ કરવામાં આવેલી ફાસ્ટેગની સુવિધાને કારણે હાઈવે પર મુસાફરી ઘણી સરળ બની ગઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ (FASTag) દ્વારા મોટો ફાયદો કર્યો છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2022માં ટોલ કલેક્શન 46 ટકા વધીને 50 હજાર 855 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેમાં રાજ્ય ધોરીમાર્ગોના ટોલ પ્લાઝાની વસૂલાતનો પણ સમાવેશ થાય છે. જાહેર ક્ષેત્રની કંપનીએ આ માહિતી આપી છે.

Join Our WhatsApp Community

24 ડિસેમ્બર 2022 ના રોજ સૌથી વધુ કલેક્શન થયુ

2021 માં, ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા કુલ 34 હજાર 778 કરોડ રૂપિયાનું ટોલ કલેક્શન કરવામાં આવ્યું હતું. NHAI દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ડિસેમ્બર 2022માં નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ (FASTag) થી સરેરાશ દૈનિક ટોલ કલેક્શન 134.44 કરોડ રૂપિયા હતું અને 24 ડિસેમ્બર 2022ના રોજ સૌથી વધુ સિંગલ ડે કલેક્શન 144.19 કરોડ રૂપિયા હતું.

2022 માં 48 ટકા ટકાનો થયો વધારો

સરકારી નિવેદન મુજબ, ફાસ્ટેગ (FASTag) ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં પણ વાર્ષિક ધોરણે 2022માં લગભગ 48 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021 અને 2022માં આ સંખ્યા અનુક્રમે 219 કરોડ રૂપિયા અને 324 કરોડ રૂપિયા હતી.

આ સમાચાર પણ વાંચો:  RBI એ લીધો મોટો નિર્ણય : આ બેંકના વ્યવહારો પર લગાવી રોક, ગ્રાહકો પર હવે કેવી અસર થશે?

ટોલ પ્લાઝા પર ભીડ ઘણી ઓછી થઈ

NHAI એ જણાવ્યું કે અત્યાર સુધીમાં 6.4 કરોડ ફાસ્ટેગ (FASTag) જારી કરવામાં આવ્યા છે અને દેશમાં ફાસ્ટેગ (FASTag) દ્વારા ફી – કપાત કરનારા પ્લાઝાની સંખ્યા પણ 2021 માં 922 થી વધીને 1,181 (323 સ્ટેટ હાઈવે પ્લાઝા સહિત) થઈ ગઈ છે. FASTag ની મદદથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘણો ઓછો કરવામાં આવ્યો છે કારણ કે આ સિસ્ટમમાં ફી ભરવા માટે ટોલ બૂથ પર રોકવાની જરૂર નથી.

16 ફેબ્રુઆરી 2021થી તમામ વાહનો માટે ફરજિયાત

સરકારે 16 ફેબ્રુઆરી 2021 થી તમામ ખાનગી અને કોમર્શિયલ વાહનો માટે FASTag ફરજિયાત બનાવ્યું છે. જે વાહનો પર માન્ય અથવા વર્તમાન ફાસ્ટેગ (FASTag) નથી તેમને દંડ તરીકે ટોલ ફીની બમણી રકમ ચૂકવવી પડે છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઇમાં ‘સ્પેશિયલ-26’ સ્ટાઇલમાં લૂંટ, નકલી ED ઓફિસર બનીને ઠગ કરોડો લઇ ફરાર.. વેપારીઓ ચિંતિત

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version