Site icon

FASTag KYC: રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીનો નવો આદેશ.. આ તારીખ સુધીમાં જો ફાસ્ટેગમાં KYC નહી કરો તો ચૂકવવો પડશે દંડ..

FASTag KYC: KYC of Fastag is Mandatory: જો તમારા વાહનમાં FasTag પણ ઇન્સ્ટોલ કરેલ છે, તો તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ એક સૂચના જારી કરીને કહ્યું છે કે ફાસ્ટેગનું KYC 31 જાન્યુઆરી પહેલા કરવું પડશે, નહીં તો તે નિષ્ક્રિય થઈ જશે. ચાલો તમને સંપૂર્ણ વિગતો જણાવીએ.

FASTag KYC New order of road transport ministry.. If you don't do KYC on FASTag by this date, you will have to pay a fine

FASTag KYC New order of road transport ministry.. If you don't do KYC on FASTag by this date, you will have to pay a fine

News Continuous Bureau | Mumbai

FASTag KYC: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( NHAI ) એ ‘વન વ્હીકલ, વન ફાસ્ટેગ’ પહેલ શરૂ કરી છે. આ પહેલનો ઉદ્દેશ બહુવિધ વાહનો માટે એક જ FASTag નો ઉપયોગ અથવા ચોક્કસ વાહન માટે બહુવિધ FASTag ને લિંક કરવાથી રોકવાનો છે. ફાસ્ટેગ માટે નિર્ધારિત સમય પહેલા KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 31 જાન્યુઆરી, 2024 પછી બેંકો દ્વારા અપૂર્ણ KYC સાથે ફાસ્ટેગ્સને નિષ્ક્રિય/બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જેમાં તમારે ટોલ પર પહોંચવા પર દંડ ચૂકવવો પડશે. 

Join Our WhatsApp Community

જો તમારા ફાસ્ટેગની KYC પૂર્ણ નથી થયેલી તો તમને તાત્કાલિક આ કામ કરી લેવું પડશે. કારણકે NHAIએ આ કામ માટેની ડેડલાઈન 31 જાન્યુઆરી નક્કી કરી છે. KYC અપડેટ કરવા માટે તમારે તમારા ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંકમાં જવું પડશે અમે ફાસ્ટેગ KYC અપડેટ ( Fasteg KYC Update )  કરવા માટે જરૂરી માહિતી અને ફોર્મ ભરવા પડશે. આ બાદ બેંક તમારી ફાસ્ટેગ ડિટેલ અપડેટ કરી આપશે.

કેટલાક વાહનચાલકો FASTag એકાઉન્ટ દુરુપયોગ કરી રહ્યા છે…

આ અંગે ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ જણાવ્યું હતું કે કેટલાક વાહનચાલકો FASTag એકાઉન્ટ દુરુપયોગ કરી રહ્યા છે. તે એક નાનું ફાસ્ટેગ કોમર્શિયલ વાહન ચલાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, નાના વાહન માટે ટોલ રૂ. 100 અને કોમર્શિયલ વાહન ( Commercial vehicle ) માટે રૂ. 500 છે. પરંતુ જુના કેવાયસી કરેલા FASTag એકાઉન્ટમાં નાના વાહનનો નંબર નોંધાયેલ હોય તો, આવા કિસ્સામાં કાર્ડ રીડર કોમર્શિયલ વાહનને નાના વાહન તરીકે વાંચશે અને માત્ર 100 રૂપિયાનો ટોલ જ વસુલવામાં આવશે. આ રીતે, ડ્રાઇવરો ટેક્સમાં ગોટાળો કરી રહ્યા છે. તેથી, હવે દરેક વાહનમાં નવુ FASTag એકાઉન્ટ ઇન્સ્ટોલ કરવું ફરજિયાત રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Ramayan: શું નીતીશ તિવારી ની ફિલ્મ માં થઇ લારા દત્તા ની એન્ટ્રી? રામાયણ માં આ રોલ માટે બોબી દેઓલ નો પણ કરવામાં આવ્યો સંપર્ક

પ્રાપ્ત માહિતી મુજબ, FASTag વપરાશકર્તાઓએ પણ ‘એક વાહન, એક FASTag’ નું પાલન કરવું જ પડશે અને તેમની સંબંધિત બેંકો દ્વારા અગાઉ જારી કરાયેલા તમામ FASTag રદ્દ કરવાના રહેશે. ફક્ત નવીનતમ FASTag એકાઉન્ટ જ સક્રિય રહેશે કારણ કે અગાઉના ટેગ 31 જાન્યુઆરી 2024 પછી નિષ્ક્રિય/બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

(Disclaimer : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી.  ) 

 

Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર નો નવો અવતાર, મુસાફરોને મળશે લક્ઝરી સુવિધા અને કન્ફર્મ ટિકિટની વધુ તક, જાણો વિગતે
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ઓલ-ટાઇમ હાઈ તેજી, ચાંદી ₹4 લાખ પ્રતિ કિલો અને સોનામાં પણ તોતિંગ વધારો, આ રહ્યા આજના લેટેસ્ટ ભાવ
India-US Trade Deal Update: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલની તૈયારી; શું ભારતની શરતો સ્વીકારશે વોશિંગ્ટન? જાણો આ ડીલથી ભારતીય બજાર પર શું થશે અસર
New Rules from February 1st: ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલી બનશે આ ૫ નવા નિયમો, LPG ના ભાવ અને પાન-મસાલા પરની ડ્યુટીમાં ફેરફારની શક્યતા
Exit mobile version