Site icon

કારધારકો માટે મોટા સમાચાર: આજથી ફાસ્ટેગ વગર નું વાહન ટોલ પ્લાઝા ઉપર લઈને ગયા તો ખિસ્સું થશે હળવું!! ચૂકવવો પડી શકે છે આટલો બધો દંડ…

દેશભરના ટોલ પ્લાઝા પર, સોમવારે રાત્રે 12 વાગ્યાથી ઓટોમેટિક પેમેંટ સિસ્ટમ ફાસ્ટેગ ફરજિયાત થઇ જશે. કેન્દ્ર સરકારે રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. 

જેમણે હજી સુધી તેના વાહનો પર તેનો ઉપયોગ કર્યો નથી અથવા જેમના વાહનોમાં આ ટેગ છે પરંતુ કાર્યરત નથી, તેમને ભારે દંડ ભરવો પડી શકે છે. 

પેનલ્ટી તરીકે, ગ્રાહકોએ તેમના વાહનની કેટેગરી પ્રમાણે ફીની બમણી રકમ ચૂકવવી પડી શકે છે.

NHAIએ અગાઉ 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેને દોઢ મહિના માટે વધારી દેવામાં આવ્યો હતો, અને 15 ફેબ્રુઆરીથી જ અનિવાર્ય રૂપથી ટોલની ચૂકવણી ફાસ્ટેગથી જ કરવાનો નિર્ણય કરાયો હતો.

Exit mobile version