Site icon

Feviquick: ફેવિક્વિકે ગ્રાહકોને ઈન્સ્ટન્ટ રિપેર એક્સપિરિયન્સ માં સુધારો કરતા આટલા ચાર નવા વેરિયન્ટ કર્યા લોન્ચ

Feviquick: ફેવિક્વિકે ગ્રાહકોને ઈન્સ્ટન્ટ રિપેર એક્સપિરિયન્સમાં સુધારો કરતાં ચાર નવા વેરિયન્ટ લોન્ચ કર્યા • ફેવિક્વિકના ચાર નવા વેરિયન્ટઃ ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા ફેવિક્વિક પ્રિસિઝન પ્રો, ફેવિક્વિક જેલ, ફેવિક્વિક એડવાન્સ્ડ અને ફેવિક્વિક ક્રાફ્ટ રજૂ • ફેવિક્વિક હાલ ઈન્સ્ટન્ટ અડહિઝ્ન સેગમેન્ટમાં માર્કેટ લીડર છે

Faviquik launches four new variants to improve instant repair experience for customers

Faviquik launches four new variants to improve instant repair experience for customers

News Continuous Bureau | Mumbai

Feviquick: પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઈન હાઉસ ઈન્સ્ટન્ટ અડ્હિસિવ સોલ્યુશન્સની અગ્રણી બ્રાન્ડ ફેવિક્વિકે નવી ઈનોવેટિવ પ્રોડક્ટ્સ ફેવિક્વિક પ્રિસિઝન પ્રો, ફેવિક્વિક જેલ, ફેવિક્વિક એડવાન્સ્ડ અને ફેવિક્વિક ક્રાફ્ટ રજૂ કરી છે. આ નવી પ્રોડક્ટ લોન્ચ ( Product launch ) કરવા પાછળનો ઉદ્દેશ ગ્રાહકોના વિવિધ ઉપયોગમાં રિપેર એક્સપિરિયન્સમાં ક્રાંતિ લાવવાનો છે. 

Join Our WhatsApp Community

નવી પ્રોડક્ટની લોન્ચિંગ અંગે પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિ.( Pidilite Industries Ltd ) ના મેનેજિંગ ડિરેક્ટર ડેસિગ્નેટ શ્રી સુધાંશુ વાટ્સે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ફેવિક્વિક ઈન્સ્ટન્ટ અડ્હેસિવ ક્ષેત્રે માર્કેટ લીડર છે. અમે વિવિધ રિપેર સેગમન્ટમાં ( repair segment ) ગ્રાહકોની વધતી જરૂરિયાતો પહોંચી વળવા પ્રતિબદ્ધ છે. અમારા નવા વેરિયન્ટ વ્યાપક રિસર્ચના આધારે વિકસિત કરવામાં આવ્યા છે, જે ગ્રાહકોના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરે છે. પ્રત્યેક વેરિયન્ટ ચોક્કસ જરૂરિયાતોને સંબોધે છે, સુપિરિયર પર્ફોર્મન્સ પ્રદાન કરતાં એકંદરે રેપિર એક્સપિરિયન્સમાં વધારો કરે છે. લાઈનઅપમાં મજબૂત અડ્હિઝન ફીચરને જાળવી રાખતાં ઈન્ડસ્ટ્રીમાં નવા બેન્ચમાર્ક સેટ કરવાનું વિઝન છે.

આ સમાચાર પણ વાંચો : Kejriwal in Jail: અંડરવર્લ્ડ ડોનથી લઈને ભયંકર આતંકવાદી સુધી, તિહારમાં કેજરીવાલના પડોશી છે; આ છે ખુબ ખતરનાક.

નવી પ્રોડક્ટ્સની રેન્જને સુપિરિયર પર્ફોર્મન્સને ઓફર કરતાં ડિઝાઈન કરવામાં આવી છે, જે વિવિધ વપરાશ કેટેગરીમાં યુઝરના અનુભવમાં વધારો છે. પ્રિસાઈઝ એપ્લિકેશન માટે ફેવિક્વિક પ્રિસિઝન પ્રો, સ્પીલ-ફ્રી રિપેર માટે ફેવિક્વિક જેલ લોન્ચ કરી છે. જે થયેલી ભૂલોને સુધારવાની તક આપે છે. વોટર-પ્રુફ અને શોકપ્રુફ સાથે ફેવિક્વિક એડવાન્સ્ડ અને ક્રાફ્ટિંગ માટે ફેવિક્વિક ક્રાફ્ટ ઉપયોગી બનશે.

વધુમાં ગ્રાહકની જરૂરિયાતોને સંબોધતા ફેવિક્વિક ભારતભરમાં નવી ચેનલ અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ઉમેરી પ્રોડક્ટની ઉપલબ્ધતા અને ઉપસ્થિતિમાં વધારો કરવા પ્રાધાન્ય આપી રહી છે. બ્રાન્ડે શહેરી ગ્રાહકોની પસંદગીઓને પહોંચી વળવા, કટોકટી સમયે ઉપયોગી બનતાં ઈઝી-ટુ-સ્ટૉક પેકેજિંગ રજૂ કર્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Exit mobile version