Site icon

FDI Investment : ભારતમાં 2023માં વિદેશી રોકાણમાં 43% ઘટાડો, માત્ર $28 બિલિયનનું રોકાણ આવ્યુંઃ રિપોર્ટ.

FDI Investment : FDI માં રોકાણની દ્રષ્ટિએ ભારત 2022 માં આઠમા સ્થાનેથી 2023 માં 15મા સ્થાને આવી ગયું. ભારતમાં 2023માં વિદેશી પ્રત્યક્ષ રોકાણનો ફ્લો 43 ટકા ઘટીને $28 બિલિયન થયો છે. આ જ સમયગાળામાં વૈશ્વિક FDIમાં 2 ટકાનો ઘટાડો થયો છે.

FDI Investment Foreign direct investment in India to fall by 43% in 2023, to just $28 billion report.

FDI Investment Foreign direct investment in India to fall by 43% in 2023, to just $28 billion report.

  News Continuous Bureau | Mumbai

FDI Investment : ભારતમાં વર્ષ 2023માં સીધા વિદેશી રોકાણમાં ( foreign investment ) 43 ટકાનો ઘટાડો થયો છે. યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ  ( UNCTAD ) એ વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2024 બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, 2023માં ભારતમાં કુલ 28.163 બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ કરવામાં  આવ્યું હતું, જે 2022માં $49.38 બિલિયન હતું. આમાં  2022ની સરખામણીમાં 2023માં FDIમાં 42.97 ટકાનો ઘટાડો થયો હતો.  

Join Our WhatsApp Community

UNCTAD એ વિશ્વ રોકાણ અહેવાલ બહાર પાડ્યો છે જે સમગ્ર વિશ્વમાં પ્રાદેશિક અને દેશ સ્તરે સીધા વિદેશી રોકાણના વલણો જણાવે છે. ઉપરાંત, વિકાસમાં યોગદાન આપવા માટે જરૂરી પગલાઓ અંગે પણ અહેવાલમાં સૂચનો આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર, FDRI ના પ્રવાહના સંદર્ભમાં ભારત 2022માં 8મા સ્થાને હતું, જે 2023માં 15મા સ્થાને સરકી ગયું હતું. આમ છતાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ફાઇનાન્સ ડીલમાં એફડીઆઇના સંદર્ભમાં ભારતને ( India ) ટોપ 5 દેશોમાં સામેલ કરવામાં આવ્યું હતું.  

FDI Investment : કોરોનાથી પ્રભાવિત વર્ષ 2020માં ભારતમાં 64 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ જોવા મળ્યું હતું..

આ રિપોર્ટ અનુસાર, કોરોનાથી પ્રભાવિત વર્ષ 2020માં ભારતમાં 64 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ જોવા મળ્યું હતું. જે 2021માં ઘટીને $44.763 બિલિયન અને 2022માં $49.38 બિલિયન થઈ ગયું હતું. રિપોર્ટ અનુસાર, 2023માં ભારતમાંથી 13.341 બિલિયન ડોલરનો આઉટફ્લો થયો હતો. UNCTADના રિપોર્ટ અનુસાર ટોચની 20 અર્થવ્યવસ્થાઓમાં FDIમાં સૌથી વધુ ઘટાડો ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ચીન, અમેરિકા અને ભારતમાં જોવા મળ્યો છે. વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ ( World Investment Report ) રિપોર્ટ અનુસાર, આર્થિક મંદી અને વધતા વૈશ્વિક તણાવને કારણે ગ્લોબલ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ( Global Foreign Direct Investment ) 2 ટકા ઘટીને $1.3 ટ્રિલિયન થઈ ગયું હતું.  

આ સમાચાર  પણ વાંચો : Cyber Crime: મુકેશ અંબાણીના ડીપ ફેક વીડિયોથી છેતરાઈ મહિલા ડોક્ટર, 7 લાખની કરાઈ છેતરપિંડી..

વિકાસશીલ દેશોમાં એફડીઆઈનો પ્રવાહ 7 ટકા ઘટીને 867 અબજ ડોલર થયું હતું. રિપોર્ટ અનુસાર, રોકાણકારોને 2023માં 86 ટકા ઈન્વેસ્ટમેન્ટ પોલિસીને લઈને લેવામાં આવેલા પગલાં પસંદ નથી આવ્યા, જેના કારણે રોકાણમાં ઘટાડો થયો હતો. તેથી ચુસ્ત ધિરાણની શરતોને કારણે, આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ફાઇનાન્સ સોદામાં 26 ટકાનો ઘટાડો થયો છે.   

 

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
Exit mobile version