Site icon

મોટા સમાચાર.. સામી દિવાળીએ વેચાણ વધ્યું.. મહારાષ્ટ્રની જીએસટી કીટીમાં 4.2% ની વૃદ્ધિ જોવા મળી .. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
28 ઓક્ટોબર 2020

તહેવારની સિઝનમાં રાજ્યના માલસામાન અને સેવાઓ વેરા (એસજીએસટી) ના આવકમાં વધારો થયો છે. ઓક્ટોબર 27 સુધીમાં મહારાષ્ટ્રને રૂ. 4,768 કરોડ મળ્યા, જે વર્ષ 2019 ના સમાન મહિનાની તુલનાએ 4.24% વધારે છે.

Join Our WhatsApp Community

જીએસટી વિભાગના આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બરની સરખામણીએ આ આંકડો પણ 388 કરોડ વધારે છે, જ્યારે રાજ્યનો સંગ્રહ 4380 કરોડ હતો. આ ટેક્સ રાજ્ય સરકાર માટે મુખ્ય આવકનું સાધન છે અને મહારાષ્ટ્ર અન્ય રાજ્યોમાં સૌથી વધુ આવક આનાથી જ મેળવે છે.

જીએસટી એ વપરાશ આધારિત કર હોવાથી તે અર્થવ્યવસ્થામાં ખરીદ શક્તિને પ્રતિબિંબિત કરે છે. અધિકારીઓનું કહેવું છે કે જીએસટી આવકનો વધારો દિવાળી દરમિયાન પણ ચાલુ રહેવાની સંભાવના છે. રાજ્યના જીએસટી સંગ્રહો, એપ્રિલથી ઓક્ટોબરના સાત વર્ષના ગાળામાં હજુ પણ 26.5% નીચા છે. 2020 માં રાજ્યએ 25,245 કરોડ રૂપિયા એકઠા કર્યા છે, જે ગયા વર્ષના આ ગાળામાં રૂ. 34,371 કરોડ હતા, 

ડેટા બતાવે છે કે લોકડાઉનની ઊંચાઈએ એપ્રિલ અને મે મહિનામાં જીએસટી કલેક્શન સૌથી ઓછા હતા. એપ્રિલ દરમિયાન 2019 ની તુલનામાં 81.3% ઓછા અને મે મહિનામાં 47.6% નીચા હતા. જૂનમાં લોકડાઉન હળવુ કરવાથી આવકમાં વધારો જોવા મળ્યો પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં ફરી એકવાર ઘટાડો થયો હતો…

Google: ગુગલની ભારતમાં મોટી જાહેરાત! AI હબ પર કરશે અધધ આટલા બિલિયન નું રોકાણ, સુંદર પિચાઈએ PM મોદીને આપી માહિતી.
Silver Price: ચાંદીમાં ચમકારો: માત્ર 10 મહિનામાં ભાવ બમણા, રોકાણકારો માલામાલ!
EPFO Rule: EPFOના નિયમોમાં મોટો ફેરફાર: હવે PF ખાતામાંથી કાઢી શકાશે આટલી રકમ, જાણોવિગતે
Gold Price: સોનાની ચમકથી બધા રેકોર્ડ તૂટ્યા: સપ્ટેમ્બર સુધી 57% વળતર; શું આવનારી દિવાળી પણ ‘ગોલ્ડન’ રહેશે?
Exit mobile version