ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટી ઘટાડાની જાહેરાત કર્યાબાદ અનેક રાજયોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઓછો કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર સંસ્થા એ એન આઇ ના જણાવ્યા મુજબ ઉત્તરાખંડ એ પેટ્રોલ પર ૨ રૂપિયાનો વેટ ઘટાડો જાહેર કર્યો છે. બીજી તરફ આસામ, ત્રિપુરા, ગોવા અને કર્ણાટક સરકારે પણ પેટ્રોલમાં સાત રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે.
આમ ભારતીય જનતા પાર્ટી સંચાલિત સરકારો દ્વારા લોકોને દિવાળીની ભેટ આપવામાં આવી છે.