News Continuous Bureau | Mumbai
Adani Vs Birla: ભારતીય સિમેન્ટ ઉદ્યોગમાં હાલ બે મોટા બિઝનેસ જૂથો અદાણી ( Adani Group ) અને બિરલા વચ્ચે સિમેન્ટ ક્ષેત્ર આગળ વધવા માટે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બિરલા આ રેસમાં પહેલાથી જ આગળ છે. તેમ છતાં બિરલા ગ્રૂપે ભારતીય સિમેન્ટ ઉદ્યોગમાં નંબર-1 તરીકેનું તેનું સ્થાન વધુ મજબૂત કરવા હવે તૈયારીઓ કરી છે. આ માટે હવે નવી ડીલ પર કામ ચાલી રહ્યું છે.
ETના અહેવાલ મુજબ, આદિત્ય બિરલા ગ્રૂપની ( Birla Group ) અલ્ટ્રાટેક સિમેન્ટે ઈન્ડિયા સિમેન્ટ્સમાં વધારાનો હિસ્સો ખરીદવાની તૈયારી શરૂ કરી દીધી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ( Ultratech Cement ) ઈન્ડિયા સિમેન્ટ્સના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એન શ્રીનિવાસનનો 28.42 ટકા હિસ્સો ખરીદવાની હાલ યોજના ધરાવે છે. જો આમ થશે તો ઈન્ડિયા સિમેન્ટ્સમાં ( India Cements ) અલ્ટ્રાટેક સિમેન્ટનો હિસ્સો વધીને હવે 51 ટકા થઈ જશે.
Adani Vs Birla: અલ્ટ્રાટેક સિમેન્ટ ઇન્ડિયા સિમેન્ટ્સમાં વધારાનો હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર કરી શકે છે….
રિપોર્ટ અનુસાર અલ્ટ્રાટેક સિમેન્ટ ઇન્ડિયા સિમેન્ટ્સમાં વધારાનો હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર કરી શકે છે. ઓપન ઓફરમાં અલ્ટ્રાટેક સિમેન્ટમાંથી શેર ખરીદવા માટે 400 થી 430 રૂપિયા પ્રતિ શેરની કિંમત આપી શકાય છે. આ કિંમત ઈન્ડિયા સિમેન્ટના શેરની વર્તમાન બજાર કિંમત કરતાં 8 થી 15 ટકા વધુ હોય શકે છે.
આ સમાચાર પણ વાંચો: ITR Filing Deadline: જો તમે આ વર્ષે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી જાઓ તો શું થશે?.. જાણો વિગતે..
નોંધનયી છે કે, અલ્ટ્રાટેક સિમેન્ટે આ વર્ષે ઇન્ડિયા સિમેન્ટ્સમાં તેનો હિસ્સો ખરીદ્યો હતો. બિરલા ગ્રુપની કંપનીએ જૂન મહિનામાં એક સોદો કર્યો હતો અને ઈન્ડિયા સિમેન્ટ્સમાં રાધાકૃષ્ણ દામાણીનો હિસ્સો ખરીદ્યો હતો. એવું કહેવાય છે કે તે જ સમયે, ઇન્ડિયા સિમેન્ટ્સમાં એન શ્રીનિવાસનનો હિસ્સો ખરીદવા માટે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ હતી.
હવે અલ્ટ્રાટેક સિમેન્ટના અધિકારીઓ સૂચિત સોદાને આગળ લઈ જવાની પ્રક્રિયા પર હાલ સંપુ્ર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પ્રસ્તાવિત ડીલની સત્તાવાર જાહેરાત આગામી થોડા દિવસોમાં જ થઈ શકે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ આ ડીલ પર અંદાજે 7 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. સિમેન્ટ સેગમેન્ટમાં, આદિત્ય બિરલા ગ્રૂપ અદાણી ગ્રૂપ સામે હાલ હરીફાઈનો સામનો કરી રહ્યું છે, જેણે તાજેતરમાં અંબુજા અને ACC સિમેન્ટ ખરીદ્યું અને એક જ વારમાં નંબર 2 પર પહોંચી ગયું હતું.
