Site icon

આ લિસ્ટ વાંચી લ્યો.  આ તમામ  ફાઇનાન્સિયલ કામ ડિસેમ્બરમાં કરવાના છે.  નહીં તો નાણાંકીય દંડ ભરવો પડશે

ટૂંક સમયમાં ડિસેમ્બર મહિનો શરૂ થશે. 2022માં ટેક્સને લગતા 4 કામો ડિસેમ્બરમાં પૂર્ણ થવા જોઈએ જેથી નવા વર્ષની શરૂઆતમાં કોઈ પેનલ્ટી ના ચોંટે. આમાં વિલંબિત ચાર્જ સાથે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું, ફાઇલ કરાયેલ ITRમાં ભૂલો સુધારવી, GST રિટર્ન-9C ફાઇલ કરવું અને એડવાન્સ ટેક્સના ત્રીજા હપ્તાની ચુકવણીનો સમાવેશ થાય છે.

News Continuous Bureau | Mumbai

ડિસેમ્બર (December) મહિનામાં અનેક  ફાઇનાન્સિયલ કામો (Financial work)  સમયસર પૂરા કરવા જરૂરી છે. ટેક્સ સલાહકારોના મતે આમાંથી કોઈ પણ કામ ન કરવામાં આવે તો પણ તમારે પેનલ્ટી અને વધારાનું વ્યાજ ચૂકવવું પડી શકે છે. તે સિવાય તમારે લીગલ નોટિસનો પણ જવાબ આપવો પડશે. જેથી આ કામો સમયસર પૂરા થાય તે જરૂરી છે.

Join Our WhatsApp Community

આ બાબતોનું ધ્યાન રાખો

ITR ની લેટ ફી

જો 2021-22 માટે ITR હજુ સુધી ફાઇલ કરવામાં નથી આવ્યું તો હવે લેટ ફી સાથે 31 ડિસેમ્બર સુધી ચૂકવણી થઈ શકે છે. જો આવક 5 લાખથી ઓછી હોય તો 1000 રૂપિયા, જો આવક 5 લાખથી વધુ હોય તો 5000 રૂપિયા પેનલ્ટી લેવામાં આવશે.

એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો

2022-23 માટે એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. 10 હજારથી વધુ આવકવેરા ભરનારાઓએ 15 ડિસેમ્બર સુધી એડવાન્સ 75 ટકા ટેક્સ ભરવાનો રહેશે. અન્યથા 1 ટકા વ્યાજ લેવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: Aarey colony fire: ગોરેગાંવની આરે કોલોનીમાં આગ લાગી. કલાકોની મથામણ પછી કાબુ મેળવાયો. જુઓ વિડિયો. 

ITR માં સુધારા:

ITR 2021-22 માં ભૂલો સુધારવા માટે 31 ડિસેમ્બર સુધી સુધારેલ ITR ફાઇલ કરી શકાય છે. તે પછી ભૂલો સુધારવાની કોઈ તક રહેશે નહીં.

GSTR: 

9C – GSTR-9 માં કોઈપણ સુધારાની જરૂર હોય તો GSTR-9C ફાઇલ કરી શકાય છે. 2021-22 માટે GSTR-9C 31 ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકાશે. ત્યાર બાદ પ્રતિ દિવસ 200 રૂપિયા લેટ ફી વસૂલવામાં આવશે.

પેન્શનરોએ હયાતીના પ્રમાણપત્ર આપવાના રહેશે 

30 નવેમ્બર 2022 પેન્શનરો માટે હયાતીના પ્રમાણપત્ર ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. જો મૃત્યુ પ્રમાણપત્ર આપવામાં નહીં આવે તો ડિસેમ્બરમાં પેન્શન બંધ કરી દેવામાં આવશે.

OTP વગર ATM પૈસા નહીં મળે

ડિસેમ્બરમાં ATM ઉપાડવાની પદ્ધતિમાં ફેરફાર થવાની શક્યતા છે. એટીએમમાં ​​કાર્ડ નાખ્યા પછી, તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. તેનો ઉપયોગ કરીને જ પૈસા ઉપાડી શકાશે. .

આ સમાચાર પણ વાંચો: Toyota : ટોયોટા કિર્લોસ્કરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું 64 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન

Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
New Rules: આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો, જ્યારે PNG ના ભાવમાં રાહત; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Exit mobile version