Site icon News Continuous Bureau | Mumbai

Flipkart Sale: ફ્લિપકાર્ટ નું વર્ષ નું અંતિમ સેલ, ‘બાય બાય સેલ ૨૦૨૫’ માં કઈ તારીખથી શરૂ થશે જંગી ડિસ્કાઉન્ટ?

ફ્લિપકાર્ટ પર ટૂંક સમયમાં બાય બાય સેલ 2025 શરૂ થવા જઈ રહ્યો છે. સેલ 5 ડિસેમ્બરથી શરૂ થશે અને ગ્રાહકોને સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સીસ અને લેપટોપ પર જબરદસ્ત છૂટ મળશે. એસબીઆઈ કાર્ડ પર એક્સ્ટ્રા બચત કરી શકાશે.

Flipkart Sale ફ્લિપકાર્ટ નું વર્ષ નું અંતિમ સેલ, 'બાય બાય સેલ ૨૦૨૫' માં કઈ

Flipkart Sale ફ્લિપકાર્ટ નું વર્ષ નું અંતિમ સેલ, 'બાય બાય સેલ ૨૦૨૫' માં કઈ

News Continuous Bureau | Mumbai

Flipkart Sale ફ્લિપકાર્ટે બ્લેક ફ્રાઇડે સેલ 2025 સમાપ્ત થતાં જ બાય બાય 2025 સેલની તારીખનું એલાન કરી દીધું છે. સેલ દરમિયાન તમને સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સીસ અને લેપટોપ સહિત લગભગ તમામ કેટેગરીની પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. ચાલો જાણીએ કે ફ્લિપકાર્ટ સેલ કયા દિવસથી શરૂ થશે અને સેલ દરમિયાન કઈ-કઈ કેટેગરી ની પ્રોડક્ટ્સ સસ્તામાં ખરીદવાનો મોકો મળશે?

Join Our WhatsApp Channel

ફ્લિપકાર્ટ બાય બાય સેલ 2025ની તારીખ

ફ્લિપકાર્ટ પર લાગેલા બેનર જોતા આ વાતની જાણ થઈ છે કે ગ્રાહકો માટે 5 ડિસેમ્બરથી સેલનો પ્રારંભ થશે. જોકે, સેલ ક્યારે સુધી લાઇવ રહેશે તેની જાણકારી હજી આપવામાં આવી નથી. ફ્લિપકાર્ટ પ્લસ અને બ્લેક યુઝર્સ માટે આ સેલ બાકીના ગ્રાહકોની સરખામણીમાં 24 કલાક વહેલો શરૂ થઈ જશે, એટલે કે પ્લસ અને બ્લેક મેમ્બર્સને સેલનો અર્લી એક્સેસ મળશે.

આ પ્રોડક્ટ્સ પર મળશે બમ્પર છૂટ

સેલ દરમિયાન મોટો જી96 (8જીબી), મોટોબુક 60 ઓલેડ, 65 અને 75 ઇંચના ટીવી, ઓપ્પો કે13એક્સ 5જી, વૉશિંગ મશીન, સેમસંગ ડબલ્યુ7 સ્માર્ટવૉચ, સેમસંગ એસ24 5જી, સેમસંગ ગેલેક્સી એ35 5જી પર બમ્પર છૂટ મળશે. આ ઉપરાંત, રીઅલમી પી3 લાઇટ, ગૂગલ પિક્સેલ 10, વીવો ટી4 લાઇટ 5જી, મોટો જી96 5જી, આઇફોન 16 અને રીઅલમી પી4 5જી સ્માર્ટફોન પર બમ્પર છૂટનો ફાયદો મળશે.માત્ર મોબાઇલ ફોન જ નહીં, પણ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ જેમ કે લેપટોપ (એસિર એસ્પાયર 3), ટેબ્લેટ (રેડમી પેડ એસઈ), ટ્રીમર, મોનિટર, કીબોર્ડ, એસએસડી, સ્માર્ટ ટીવી, એર કન્ડિશનર, ડીશવૉશર, એર પ્યુરીફાયર, ગીઝર, ચાર્જર, ફ્રિજ, જ્યુસર મિક્સર અને સાઉન્ડબારને પણ સસ્તામાં ખરીદવાનો સારો મોકો હશે.

આ સમાચાર પણ વાંચો : Vladimir Putin India Visit દિમીર પુતિનનો ભારત પ્રવાસ, રશિયા સાથે સેના

એસબીઆઈ કાર્ડ પર એક્સ્ટ્રા છૂટ

ફ્લિપકાર્ટે સેલ માટે એસબીઆઈ બેંક સાથે પાર્ટનરશિપ કરી છે. શોપિંગ કરતી વખતે જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો પણ બેનિફિટ મળશે. જો તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ છે, તો પ્રોડક્ટ્સ પર મળતા ડિસ્કાઉન્ટ ઉપરાંત તમે બેંક કાર્ડ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવીને એક્સ્ટ્રા બચત કરી શકશો.

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version