ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
દુનિયાના સૌથી લોકપ્રિય મેગેઝીન Forbesએ દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી રજૂ કરી છે.
આ યાદીમાં દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામણને પણ સ્થાન મળ્યું છે. તેમને 37મું સ્થાન આપવામાં આવ્યું છે.
નિર્મલા સીતારામણે આ વખતે આ યાદીમાં ઘણો સારો દેખાવ કર્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જૈનેટ યેલેનથી પણ બે સ્થાન આગળ છે.
ખાસ વાત છે કે Forbesમાં નિર્મલા સીતારામણને સતત ત્રીજી વખત દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે.
નાણાંમંત્રી ઉપરાંત Nykaaના ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયરને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. તેમને આ યાદીમાં 88મું સ્થાન મળ્યું છે.
