Site icon

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી પારસી હોવા છતાં અંતિમ સંસ્કાર હિન્દૂ રીતિ રિવાજ મુજબ થયા- આ છે કારણ

News Continuous Bureau | Mumbai

ટાટા સન્સ(Tata Sonsના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી(cyrus Mistryનું રવિવારે માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. સાયરસ પારસી સમુદાય(Parsi communityમાંથી આવે છે. પરંતુ તેમના અંતિમ સંસ્કાર પારસી પરંપરાના બદલે હિન્દૂ રીતિરિવાજ (Hindu Ritualsમુજબ કરવામાં આવ્યા હતા. હિંદુ ધર્મમાં મૃતદેહને અગ્નિ કે પાણીને સોંપવામાં આવે છે, મુસ્લિમ(Muslimઅને ખ્રિસ્તી (Christianસમુદાયોમાં મૃતદેહને દફનાવવામાં આવે છે, પરંતુ પારસી સમુદાયમાં એવું નથી. પારસીઓ મૃતદેહને આકાશને સોંપે છે, જેને ગીધ, ગરુડ, કાગડાઓ ખાઈ જાય છે.

Join Our WhatsApp Community

શૂ તમને ખબર છે? પારસી સમુદાયમાં અંતિમ સંસ્કાર(Last rites) કેવી રીતે કરવામાં આવે છે? વર્તમાન યુગમાં આ સમુદાય દ્વારા અંતિમ સંસ્કાર સંબંધિત પડકારો શું છે? સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર માટે પરંપરા કેમ બદલાઈ? આવો જાણીએ…

આ સમાચાર પણ વાંચો : સાયરસ મિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે- અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો- જુઓ વિડિયો.. 

પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પરંપરા સંપૂર્ણપણે અલગ છે. પારસીઓ અગ્નિને દેવતા માને છે. એ જ રીતે પાણી અને પૃથ્વીને પણ પવિત્ર માનવામાં આવે છે. જ્યારે મૃત શરીરને અશુદ્ધ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેઓ માને છે કે મૃતદેહને બાળવાથી, પાણીમાં વહાવાથી અથવા દાટવાથી અગ્નિ, પાણી અથવા પૃથ્વી અશુદ્ધ થઈ જાય છે. આમ કરવાથી ભગવાનની રચના પ્રદૂષિત થાય છે. આથી પારસી સમાજમાં મૃતદેહને આકાશને સોંપવામાં આવે છે. 

હવે તમે વિચારતા હશો કે પારસીઓ મૃતદેહને આકાશને કેવી રીતે સોંપે છે? ખરેખર આ માટે ટાવર ઓફ સાયલન્સ(Tower of Silance) બનાવવામાં આવ્યો છે. તેને દખ્મા પણ કહે છે. આ ટાવર ઓફ સાયલન્સ, જેને પારસી બાવડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વિશાળ કબ્રસ્તાન છે જે શહેરના પોશ મલબાર હિલMalabar Hill) વિસ્તારમાં આવેલું છે. 55 એકર વિસ્તારને આવરી લેતું, આ અંતિમ સંસ્કારનું મેદાન છે અહીં પારસી સમુદાયના લોકો મૃતદેહને સૂર્યપ્રકાશમાં લઈ જાય છે અને છોડી દે છે. જેને પાછળથી ગીધ, ગરુડ, કાગડા ખાઈ જાય છે. વિશ્વમાં પારસી સમુદાયના લોકોની વસ્તી લગભગ 1.5 લાખ છે. તેમાંથી મોટાભાગના મુંબઈમાં રહે છે. આ જ કારણ છે કે મુંબઈની બહારના વિસ્તારમાં ટાવર ઓફ સાયલન્સ બનાવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : તમારા ચટાકેદાર ભોજનમાં રહેલું પનીર બનાવટી તો નથી ને- પુણેથી FDAની કાર્યવાહીમાં આટલા કિલો પનીર જપ્ત- જુઓ વિડિયો નકલી પનીર ફેક્ટરીનો અસલી વિડિયો

વાસ્તવમાં, મોટાભાગના ગીધ દખમામાં રાખવામાં આવેલા શબને ખાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ગીધની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. હવે વધુ ગીધ જોવા મળતા નથી. પારસી સમુદાય માટે આ ચિંતાનું કારણ છે. હવે પારસી લોકોને આ પદ્ધતિથી અંતિમ સંસ્કાર કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, જો ગીધ શબને ખાવા ન પહોંચે તો તે સડી જાય છે. જેના કારણે દુર્ગંધ ફેલાઈ છે અને રોગચાળો ફેલાવાની પણ ભીતિ રહે છે.

કોરોનાના સમયગાળા દરમિયાન પણ આ મુદ્દો ઉભો થયો હતો. તે સમય દરમિયાન પણ, પારસી ધર્મગુરુ ઈચ્છતા હતા કે આ પદ્ધતિથી જ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે, પરંતુ તે કોવિડના નિયમો અનુસાર અનુરૂપ ન હતું. નિષ્ણાતોએ આ માટે દલીલ કરી હતી કે આ રીતે ચેપ ફેલાવવાનું જોખમ વધી જશે. ચેપ પક્ષીઓમાં પણ ફેલાય છે. આવી સ્થિતિમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. હવે ઘણા પારસી સમુદાયના લોકો ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર પણ ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં જ થયા હતા.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના માલવણીમાં હિંદુ સ્મશાનભૂમિના આ તો કેવા હાલ- ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય-BMC સામે હિંદુઓનો આક્રોશ

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version