ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, ૨૦૨૨
મંગળવાર.
ટાટા સન્સે એર ઈન્ડિયામાં પરિવર્તનની શરૂઆત કરીને નવા MD અને CEOની પસંદગી કરી લીધી છે.
ટાટા સન્સે તુર્કી બિઝનેસમેન ઈલ્કર અઈસીને એર ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કર્યા છે.
ઈલ્કર તુર્કી એરલાઈન્સના પૂર્વ અધ્યક્ષ છે અને હવે તેમને એર ઈન્ડિયાની જવાબદારી સોંપાઈ છે.
આ માટે ટાટા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન એન ચંદ્રશેખરનની હાજરીમાં બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને સરકાર પાસેથી ખરીદી છે.