Site icon News Continuous Bureau | Mumbai

Foxconn : ફોક્સકોને ભારત માટે કરી ખાસ જાહેરાત, હવે તેલંગાણા પ્લાન્ટમાં આટલા ગણા પૈસા કરશે રોકાણ..

Foxconn : ફોક્સકોન એ તાઈવાની એક મોટી કંપની છે, જે એપલ માટે કરાર પર વિવિધ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે.

Deal with Vedanta falls apart, now partners with Foxconn to make chips in India; The government has asked for a full report

Deal with Vedanta falls apart, now partners with Foxconn to make chips in India; The government has asked for a full report

News Continuous Bureau | Mumbai 
Foxconn : એપલની સૌથી મોટી સપ્લાયર કંપની ફોક્સકોન આ દિવસોમાં ભારત પર ઘણું ફોકસ કરી રહી છે. તાઈવાનની કંપની ભારતને તેનું નવું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું વિચારી રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે, કંપનીએ તેલંગાણામાં તેના નિર્માણાધીન પ્લાન્ટમાં રોકાણ અનેક ગણું વધારવાની જાહેરાત કરી છે.

એપલનો સૌથી મોટો સપ્લાયર

તાઈવાનની કંપની ફોક્સકોન કોન્ટ્રાક્ટ પર ઉત્પાદન કરે છે. કંપની iPhone સહિત Apple માટે ઘણી પ્રોડક્ટ્સ બનાવે છે અને હાલમાં Appleની સૌથી મોટી સપ્લાયર છે. ફોક્સકોન આગામી સમયમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવાની પણ યોજના ધરાવે છે. આ સિવાય કંપની ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની યોજના પર પણ કામ કરી રહી છે.

Join Our WhatsApp Channel

અગાઉ આટલું રોકાણ કરવાની યોજના હતી

ફોક્સકોન ઈન્ડિયાના પ્રતિનિધિ વી લીએ શનિવારે સોશિયલ મીડિયા અપડેટમાં જણાવ્યું કે તેમની કંપની હવે તેલંગાણામાં વધારાના $400 મિલિયનનું રોકાણ કરવા જઈ રહી છે. અગાઉ ફોક્સકોને તેલંગાણા પ્લાન્ટમાં $150 મિલિયનનું રોકાણ કરવાની માહિતી આપી હતી. હવે રોકાણ વધાર્યા પછી, તે વધીને $550 મિલિયન થશે, જે $150 મિલિયનના પ્રારંભિક રોકાણની સરખામણીમાં લગભગ 4 ગણું છે.

આ સમાચાર પણ વાંચો : Husband : પતિ, પત્ની ઔર વો.. પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ, પછી શું થયું? જુઓ આ વાયરલ વિડીયો..

પેરેન્ટ કંપનીના બોર્ડને મંજૂરી આપી

ફોક્સકોનની મૂળ કંપની FIT Hon Teng Ltdના બોર્ડે તાજેતરમાં તેલંગાણા પ્લાન્ટમાં વધારાના $400 મિલિયનના રોકાણને મંજૂરી આપી છે. FIT હોન ટેંગે શુક્રવારે હોંગકોંગ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે FIT સિંગાપોર ચાંગ યી ઈન્ટરકનેક્ટ ટેક્નોલોજી (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડમાં $400 મિલિયનનું રોકાણ કરવા જઈ રહી છે. બાદમાં વેઈ લીએ સોશિયલ મીડિયા પર પણ આ માહિતી આપી હતી.

મે મહિનામાં પ્લાન્ટ પર કામ શરૂ થયું હતું

તેલંગાણાના આઈટી મંત્રી કેટી રામા રાવે શનિવારે ફોક્સકોન દ્વારા રોકાણ વધારવાની માહિતી પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ફોક્સકોન ગ્રૂપ સાથે અમારી મિત્રતા મજબૂત છે અને અમે અમારી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરી રહ્યા છીએ.

ફોક્સકોન ઇન્ટરકનેક્ટ ટેક્નોલોજીએ આ વર્ષે મે મહિનામાં તેલંગાણામાં તેના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં
India Joins 6G Global Alliance 5G પછી 6G ની તૈયારી ભારતે અમેરિકા સહિત ૨૪ દેશો સાથે હાથ મિલાવ્યા; સેમિકન્ડક્ટર અને AI સેક્ટરમાં આવશે નવી ક્રાંતિ
Exit mobile version