ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સર્વોચ્ચ સ્તરેથી સરકી જવા છતાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે.
આજે પેટ્રોલ અને ડીઝલ બન્નેનાં ભાવમાં પ્રતિ લીટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હી પેટ્રોલ 108.29 રૂપિયા અને ડીઝલ 97.02 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 114.47 રૂપિયા અને ડીઝલ105.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં 7.45 રૂપિયા અને પેટ્રોલમાં 6.90 રૂપિયાનો વધારો થયો છે.
