Site icon News Continuous Bureau | Mumbai

Fuel Price Hike:જનતાના ખિસ્સા પર પેટ્રોલ બોમ્બ: પ્રીમિયમ પેટ્રોલમાં સીધો ₹11નો તોતિંગ વધારો, આજથી જ ભાવ લાગુ!

Fuel Price Hike: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધતા તેલ કંપનીઓનો નિર્ણય; XP100 પેટ્રોલ હવે ₹160 પ્રતિ લિટર, પ્રીમિયમ ડીઝલ પણ મોંઘું થયું.

Fuel Price Hike: Premium Petrol surges by Rs.11, Premium Diesel up by Rs.1.50; New rates effective from today.

Fuel Price Hike: Premium Petrol surges by Rs.11, Premium Diesel up by Rs.1.50; New rates effective from today.

News Continuous Bureau | Mumbai
Fuel Price Hike: મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં ધરખમ વધારો થયા બાદ હવે તેલ કંપનીઓએ પ્રીમિયમ ડીઝલના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. સોમવાર મધ્યરાત્રિથી અમલી બનેલા આ નવા દરોને કારણે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર આર્થિક ભારણ વધવાની શક્યતા છે. વૈશ્વિક પરિસ્થિતિઓ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને આ વધારા પાછળનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.

કયા ઈંધણમાં કેટલો થયો વધારો?

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા જારી કરાયેલ નવી દરો મુજબ, XP100 (100 ઓક્ટેન) પ્રીમિયમ પેટ્રોલ ની કિંમત ₹149 થી વધારીને ₹160 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે, એટલે કે સીધો ₹11 નો વધારો થયો છે. બીજી તરફ, એક્સ્ટ્રા ગ્રીન પ્રીમિયમ ડીઝલ ના ભાવમાં લિટર દીઠ આશરે ₹1.50 નો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી તેની કિંમત હવે ₹92.99 પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Channel

સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર

રાહતની વાત એ છે કે હાલમાં માત્ર પ્રીમિયમ ઈંધણના ભાવમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધારો થયો નથી. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત ઉછાળો ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં સામાન્ય ઈંધણ પણ મોંઘું થઈ શકે છે. દિલ્હીમાં પ્રીમિયમ ડીઝલની કિંમત હવે ₹95 થી ₹96 ની આસપાસ પહોંચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Alka Yagnik Health Update: અલકા યાજ્ઞિકના અવાજને કોની લાગી નજર? 2 વર્ષથી સંગીત દુનિયાથી દૂર, ગંભીર બીમારીનો થયો ખુલાસો

ટ્રાન્સપોર્ટ અને ખેતી પર વધશે આર્થિક ભારણ

પ્રીમિયમ ડીઝલનો ઉપયોગ ખાસ કરીને હાઈ-પરફોર્મન્સ એન્જિન ધરાવતી ગાડીઓ અને આધુનિક કૃષિ સાધનોમાં વધુ થાય છે. આ ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટ અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પર સીધી અસર પડશે. અગાઉ 20 માર્ચે પણ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ₹2 થી ₹2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઈંધણના ભાવને કારણે મોંઘવારી વધવાનો ભય સતાવી રહ્યો છે.

RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Airtel Hikes Postpaid Plans Tariff દર મહિને ₹૫૦ વધુ ચૂકવો અને વિદેશમાં મફત વાત કરો! એરટેલનો નવો પોસ્ટપેડ દાવ જાણો ફ્રી રોમિંગ પેકમાં શું મળશે?
Exit mobile version