News Continuous Bureau | Mumbai
ઈંધણના ભાવ દિવસેને દિવસે નિયંત્રણની બહાર થઈ રહ્યા છે.
વધતા જતા ભાવનું કારણ જણાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં 80 ટકા તેલની આયાત થાય છે.
આ સમયે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ ઘણા દેશોને અસર કરી રહ્યું છે.
યુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની વધતી કિંમતોને કારણે અમે કંઈ કરી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 3 રૂપિયા 20 પૈસાનો વધારો થયો છે.
