Site icon News Continuous Bureau | Mumbai

Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર

Gas Crisis Deepens in India: હોર્મુઝની ખાડી બંધ થતા ભારતની ઉર્જા આયાત જોખમમાં, સરકારનો 'ઓપ્ટિમાઈઝેશન પ્લાન' તૈયાર; ખેડૂતો માટે રાહતના સમાચાર

Gas Crisis Deepens in India 40% LNG Supply Hit; Government Prepares 'Optimization Plan' to Tackle Industry Shortage

Gas Crisis Deepens in India 40% LNG Supply Hit; Government Prepares 'Optimization Plan' to Tackle Industry Shortage

News Continuous Bureau | Mumbai

Gas Crisis Deepens in India: વૈશ્વિક ઊર્જા બજારમાં અત્યારે ભારે ઉથલપાથલ મચી છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય-પૂર્વની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. હોર્મુઝની ખાડી લગભગ બંધ થઈ જતા ભારતની અંદાજે 40% લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ની સપ્લાય અચાનક અટકી ગઈ છે. આ સંકટને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ મંત્રાલય અત્યારે યુદ્ધના ધોરણે ‘ઓપ્ટિમાઈઝેશન પ્લાન’ તૈયાર કરી રહ્યું છે, જેથી મર્યાદિત ગેસનું યોગ્ય વિતરણ કરી શકાય.માર્ચ 2026 સુધીમાં, વૈશ્વિક તેલની કિંમતોમાં 15% નો ઉછાળો જોવા મળ્યો છે અને તે 83 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. ભારતમાં ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં પણ 7% નો વધારો થયો છે. કતાર દ્વારા LNG ઉત્પાદન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવતા ભારતની પેટ્રોનેટ એલએનજીએ ‘ફોર્સ મેજર’ (Force Majeure) જાહેર કર્યું છે. આ સંકટ સીધી રીતે ઉદ્યોગોની રફ્તાર અને મોંઘવારી દર પર અસર કરી શકે છે.

Join Our WhatsApp Channel

કયા ઉદ્યોગો પર પડશે સૌથી મોટી ગાજ?

સરકારના નવા પ્લાન મુજબ ગેસનું રેશનિંગ કરવામાં આવશે, જેમાં બિન-પ્રાથમિકતા ધરાવતા ઉદ્યોગોને સૌથી વધુ નુકસાન થશે.
બિન-પ્રાથમિકતા ઉદ્યોગો: સિરામિક, કાચ ઉદ્યોગ, સ્પંજ આયર્ન અને પેટ્રોકેમિકલ એકમોને ગેસ સપ્લાયમાં ભારે કાપનો સામનો કરવો પડી શકે છે. આ ઉદ્યોગોને કોલસો અથવા નેપ્થા જેવા વૈકલ્પિક ઇંધણ તરફ વળવા સૂચના અપાઈ છે.
ફર્ટિલાઇઝર સેક્ટર: યુરિયા ઉત્પાદન માટે વપરાતો 60% LNG કતારથી આવે છે. જોકે આ સેક્ટર પ્રાથમિકતામાં છે, છતાં સપ્લાયમાં આંશિક કાપની શક્યતા નકારી શકાય તેમ નથી.
CNG અને PNG: શહેરોમાં પાઇપ દ્વારા આવતો ગેસ (PNG) અને વાહનો માટેના સીએનજી (CNG) ની ઉપલબ્ધતા પર અસર પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો : T20 World Cup Final Controversy: ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે અર્શદીપ સિંહ પર તોળાતી આફત! ફાઈનલમાં મેદાન પર આક્રમક વર્તન બદલ ICC લેશે મોટું એક્શન.

ખેતી અને ખેડૂતો માટે રાહતના સમાચાર

આ આંતરરાષ્ટ્રીય સંકટ વચ્ચે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. જૂન મહિનામાં ખરીફ પાકની વાવણી શરૂ થશે, તેથી અત્યારે ખાતરની માંગ ઓછી છે. ભારત પાસે અત્યારે 17.7 મિલિયન ટન (MT) ખાતરનો સુરક્ષિત ભંડાર છે, જે ગયા વર્ષ કરતા 36.5% વધુ છે. DAP અને NPK નો સ્ટોક પણ પૂરતો હોવાથી ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડશે નહીં. સરકારે ખાતર કંપનીઓને પ્લાન્ટના મેન્ટેનન્સ માટે સમય આપ્યો છે જેથી સીઝન સમયે પૂરતો પુરવઠો મળી રહે.

ભારતનો ‘પ્લાન-બી’: ઓસ્ટ્રેલિયા અને કેનેડા પર નજર

કતારથી અટકેલા પુરવઠાની ભરપાઈ કરવા ભારત હવે ઓસ્ટ્રેલિયા (Australia) અને કેનેડા (Canada) જેવા દેશોની કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. જોકે, આમાં બે મુખ્ય પડકારો છે:
ક્રાયોજેનિક ટેન્કરો: નવી જગ્યાએથી ગેસ લાવવા માટે રાતોરાત ખાસ ટેન્કરોની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે.
લિિક્વિફેક્શન ક્ષમતા: જે દેશો પાસેથી ગેસ માંગવામાં આવી રહ્યો છે તેમની પાસે ગેસને પ્રવાહીમાં ફેરવવાની તાત્કાલિક ક્ષમતા હોવી જરૂરી છે. સરકાર અત્યારે સ્થાનિક સ્તરે ‘ઓલ્ટરનેટ ફ્યુઅલ’ ના ઉપયોગ પર વધુ ભાર મૂકી રહી છે.

QR Code ReKYC Deadline સાવધાન વેપારીઓ! 15 સપ્ટેમ્બર નજીક આવતાં જ QR કોડ બંધ થવાની ભીતિ, તાત્કાલિક કરો આ કામ
India Becomes Europe Largest Diesel Supplier ભારતે અમેરિકારશિયાને પછાડ્યા યુરોપ માટે ડીઝલનો સૌથી મોટો સપ્લાયર બન્યો ભારત…
LPG eKYC Deadline LPG eKYC ની છેલ્લી તારીખ પૂર્ણ હવે ગેસ સિલિન્ડર કેવી રીતે મળશે? જાણો બુકિંગ અને સબસિડીના નવા નિયમો
India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version