Site icon

Gautam Adani Jet: ગૌતમ અદાણીએ ખરીદ્યુ 1000 કરોડ નું પ્રાઇવેટ જેટ, જાણો શું છે તે 5 સ્ટાર હોટલ જેવા પ્લેન ની ખાસિયત

Gautam Adani Jet: ગણેશ ચતુર્થીના દિવસે અદાણીના પ્રાઇવેટ જેટનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત, લંડન સુધી નોન-સ્ટોપ ઉડાન ભરવાની ક્ષમતા.

Gautam Adani Jet ગૌતમ અદાણીએ ખરીદ્યુ 1000 કરોડ નું પ્રાઇવેટ જેટ

Gautam Adani Jet ગૌતમ અદાણીએ ખરીદ્યુ 1000 કરોડ નું પ્રાઇવેટ જેટ

News Continuous Bureau | Mumbai
ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના એવિએશન કાફલામાં એક નવું અને શાનદાર લક્ઝરી જેટ ઉમેર્યું છે. આ બોઇંગ 737 મેક્સ-8 BBJ મોડેલનું આ પ્રાઇવેટ જેટ અંદાજે 1000 કરોડની કિંમતનું છે. આ જેટ લંડન સુધી નોન-સ્ટોપ ઉડાન ભરી શકે છે અને અમેરિકા કે કેનેડા સુધીની સફર માટે તેને માત્ર એક જ વખત ઇંધણ ભરવાની જરૂર પડે છે. ગણેશ ચતુર્થીના શુભ દિવસે આ જેટ સ્વિટ્ઝર્લેન્ડથી 9 કલાકની ઉડાન બાદ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું હતું, જ્યાં તેને ભવ્ય વોટર કેનન સેલ્યુટ આપવામાં આવ્યો હતો.

₹35 કરોડના ખર્ચે તૈયાર થયો 5-સ્ટાર હોટલ જેવું ઇન્ટિરિયર

અદાણીના આ નવા જેટ નું ઇન્ટિરિયર સ્વિટ્ઝર્લેન્ડમાં બે વર્ષની સખત મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઇન્ટિરિયર પાછળ અંદાજે ₹35 કરોડનો ખર્ચ થયો છે. અંદરની સુવિધાઓ એટલી વૈભવી છે કે તે ઉડતું 5-સ્ટાર હોટેલ જેવું લાગે છે. આ જેટમાં લક્ઝરી સ્યુટ, બેડરૂમ, બાથરૂમ, પ્રીમિયમ લાઉન્જ અને કોન્ફરન્સ રૂમ જેવી તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે

Join Our WhatsApp Community

અંબાણી અને અદાણી બંનેના કાફલામાં સમાન જેટ

ગૌતમ અદાણી પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ ઓગસ્ટ 2024માં આ જ સિરીઝનું જેટ ખરીદ્યું હતું. એક રસપ્રદ વાત એ છે કે આ જ બોઇંગ 737 મેક્સનો ઉપયોગ ભારતીય એરલાઇન્સ જેવી કે અકાસા એર, સ્પાઇસજેટ અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પણ તેમના 200-સીટર વિમાનોમાં કરે છે. નવા જેટના ઉમેરા સાથે, અદાણીની કંપની કર્ણાવતી એવિએશન પાસે હવે કુલ 10 બિઝનેસ જેટ્સ થઈ ગયા છે, જેમાં અમેરિકન, કેનેડિયન, બ્રાઝિલિયન અને સ્વિસ સિરીઝના વિમાનોનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Idol Smuggling: ભારત ની ઐતિહાસિક મૂર્તિઓની તસ્કરી એ રેન્ડમ ચોરી નહીં, પણ ઔદ્યોગિક સ્તરે લૂંટ હતી,જાણો વિજય કુમારે શું કહ્યું

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં ફેરફાર

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025 મુજબ, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ₹8.6 લાખ કરોડ આંકવામાં આવી છે, જોકે આ ગયા વર્ષ કરતાં 13% ઓછી છે. બીજી બાજુ, ગૌતમ અદાણીની સંપત્તિમાં 13%નો વધારો થયો છે અને તે હવે ₹8.4 લાખ કરોડ થઈ ગઈ છે. આ વધારો તેમને દેશમાં સૌથી વધુ સંપત્તિ વધારનાર વ્યક્તિ બનાવે છે. બ્લૂમબર્ગ ગ્લોબલ રિચ લિસ્ટમાં અદાણી હાલમાં 21મા સ્થાને છે.

Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Exit mobile version