Site icon News Continuous Bureau | Mumbai

Adani Group: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રચશે ઇતિહાસ! ગુજરાતમાં સ્થાપશે વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ; આ મહિનાના અંતથી શરુ થશે કામગીરીઃ અહેવાલ

Adani Group: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું જૂથ ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવી રહ્યું છે. આ પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં મદદ કરશે

Gautam Adani will create history! World's largest copper plant to be set up in Gujarat

Gautam Adani will create history! World's largest copper plant to be set up in Gujarat

News Continuous Bureau | Mumbai 

Adani Group: અબજોપતિ ગૌતમ અદાણીની ( Gautam Adani ) આગેવાની હેઠળનું જૂથ ગુજરાતના ( Gujarat ) મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ( Copper Manufacturing Plant ) બનાવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું મુજબ, આ પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં મદદ કરશે. એક મિ઼ડીયા રિપોર્ટ અનુસાર, 1.2 બિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે બનાવવામાં આવેલ આ પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં તેનું પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરશે. 

Join Our WhatsApp Channel

 આ પ્લાન્ટ 1 મિલિયન ટનની ક્ષમતા સાથે માર્ચ 2029 સુધીમાં સંપૂર્ણ પાયે કામગીરી શરૂ કરશેઃ અહેવાલ..

મિડીયા રિપોર્ટમાં વધુ જણાવ્યા અનુસાર, આ પ્લાન્ટ 1 મિલિયન ટનની ક્ષમતા સાથે માર્ચ 2029 સુધીમાં સંપૂર્ણ પાયે કામગીરી શરૂ કરશે. ચીન અને અન્ય દેશોની જેમ ભારત પણ તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહ્યું છે, જે અશ્મિભૂત ઇંધણનો ( fossil fuels ) ઉપયોગ ઘટાડવા માટે મહત્વની ધાતુ છે. ઈલેક્ટ્રિક વાહનો ( EV ), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક (PV), પવન ઉર્જા અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓને તાંબાની જરૂર પડે છે.

આ સમાચાર પણ વાંચો : Mark Zuckerberg : મેટા સ્ટોકમાં તેજીને કારણે માર્ક ઝકરબર્ગ કમાણીના મામલામાં બિલ ગેટ્સથી પણ આગળ નીકળી ગયા.. સંપત્તિમાં થયો આટલા બિલિયનનો વધારો.. જાણો વિગતે..

તેમજ રિપોર્ટ અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ ( AEL ) ની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ ( KCL ) બે તબક્કામાં વાર્ષિક 1 મિલિયન ટન ક્ષમતાનો કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે. પ્રથમ તબક્કામાં વાર્ષિક પાંચ લાખ ટનની ક્ષમતાનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ માટે KCLએ જૂન 2022માં ધિરાણ મેળવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, અદાણી ગ્રુપ રિસોર્સિસ બિઝનેસ, લોજિસ્ટિક્સ, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની મજબૂત સ્થિતિનો લાભ લઈને કોપર બિઝનેસમાં વૈશ્વિક લીડર બનવા માંગે છે. હાલ ભારતમાં તાંબાનો વપરાશ લગભગ 600 ગ્રામ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 3.2 કિગ્રા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Wholesale Inflation Surge જથ્થાબંધ મોંઘવારીમાં સતત 8મા મહિને વધારો, સામાન્ય જનતાને ફરી ઝટકો; જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
Gold Monetisation Scheme 2026 લોકરનું સોનું હવે વધારશે તમારી આવક! સરકારનો ‘માસ્ટર પ્લાન’, જાણો કેવી રીતે થશે કમાણી.
IndiaRussia Oil Trade પશ્ચિમી દેશોના દબાણને ફગાવ્યું રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે તોડ્યા તમામ રેકોર્ડ!
Balanced Hybrid Fund Benefits બેલેન્સ હાઈબ્રિડ ફંડ શું છે અને માર્કેટના ઉતારચઢાવમાં તે શા માટે મહત્વનું છે? જાણો તેના ફાયદા
Exit mobile version